________________
૨૨
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર શરીરમાં જ્યતા આવે છે, સ્વાધ્યાય આદિ અનુષ્ઠાનમાં શિથિલતા આવે છે. પરિણામે આત્મા સંયમથી મૃત બને એ પણ સંભવિત છે. આથી સાધકે અન્ય અનશન આદિ. તપ ન થઈ શકે તેમ હોય તે પણ આ તપનું સેવન તે. અવશ્ય કવું જોઈએ.
(૫) વિવિત શસ્યાસન–વિવિક્ત એટલે એકાંત, એકાંતમાં શય્યા આદિ રાખવું. અર્થાત્ એકાંતમાં રહેવું તે વિવિકત શય્યાસન. સ્ત્રી, પશુ, નપુંસક વગેરેથી રહિત તથા સંયમમાં બાધા ન પચે તેવા શૂન્ય ઘર, મંદિર વગેરે એકાંત સ્થળે જ્ઞાનાદિની આરાધનમાં લીન રહેવું એ વિવિક્ત શવ્યાસન તપ છે. અન્ય કેટલાક ગ્રંથોમાં વિવિક્તશાસનના સ્થાને સંલીનતા તપને નિર્દેશ છે. સંસીનતા એટલે સંયમ. સંસીનતાના ચાર ભેદ છે. (૧) ઈદ્રિય સંલીનતા (૨) કષાય સંલીનતા (૩) વેગ સંસીનતા (૪) અને વિવિક્ત ચર્યા સંલીનતા. ઇંદ્રિય, કષાય અને યોગ ઉપર સંયમ રાખવો એ અનુક્રમે ઇંદ્રિય સંલીનતા, કષાયસંસીનતા અને એગ સંલીનતા છે. સંયમમાં બાધા ન પહોંચે તેવા એકાંત સ્થળમાં રહીને જ્ઞાનાદિની આરાધનામાં લીન રહેવું એ વિવિક્ત સંલીનતા છે. આમ વિવિક્તચર્યા સંલીનતા અને વિવિક્ત શવ્યાસનો અર્થ સમાન હોવાથી વિવિક્ત શય્યાસનને વિવિક્તચર્યા સંલીનતામાં સમાવેશ થઈ જાય
૨. વિશેષ સ્પષ્ટતા માટે દશવૈકાલિક–નિર્યુક્તિની હારિભદ્રીય ટીકા તથા ઉત્તરાધ્યયન સૂત્રના ભાષ્યની ટીકા વગેરે જેવાની જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org