________________
પ્રથમ અધ્યાય
નની પ્રાપ્તિ થાય ત્યારે સભ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય કે ન પશુ થાય. આથી સમ્યગ્દન તથા સભ્યજ્ઞાનની સહા ત્પત્તિના કથનના તત્ત્વા ભાષ્યના અનિયતલાભના કથનની સાથે વિરોધ આવે છે.
ઉત્તર :-સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનની સહેાત્પત્તિના કથનના તત્ત્વા ભાષ્યના અનિયત લાભના કથનની સાથે જરા ય વિરોધ નથી. અપેક્ષાએ મને કથન સત્ય છે. સહેાત્પત્તિનું કથન સામાન્યથી સમ્યક્ત્તાનની અપેક્ષાએ છે. એટલે કે સમ્યગ્દર્શન પ્રગટ થતાંની સાથે જ જીવનું જ્ઞાન સમ્યગ્ બની જાય છે. અનિયત લાભનું કથન આચારાંગ આદિ વિષયક વિશિષ્ટ જ્ઞાનની અપેક્ષાએ છે. સમ્યગ્દર્શન પ્રગટ થતાં જ આચારાંગ આદ્ઘિ સંબધી વિશિષ્ટ જ્ઞાન થાય જ એવા નિયમ નથી. આથી સમ્યગ્દર્શનની સાથે સભ્યજ્ઞાન અવશ્ય હાય, પણ વિશિષ્ટ ( આચારાંગાદૅિ સંબંધી ) જ્ઞાન હોય જ એવે નિયમ નથી. આમ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન સંબંધી સહેત્પત્તિના કથનના ભાષ્યના અનિયત લાભના કથનની સાથે વિરોધ નથી.
મેાક્ષ સાધ્ય છે. સમ્યગ્દર્શન આદિ ત્રણ તેનાં સાધન છે. સમ્યગ્દર્શન આદિ ત્રણનુ વિશેષ વર્ણન સૂત્રકાર ભગવત સ્વયમેવ આગળ કરવાના છે. આથી અહી આપણે એ ત્રણની વિશેષ વિચારણા કરવાની નથી.
* પ્રસ્તુત સૂત્રના ભાબ્વેની ટીકાના આધારે આ સમાધાન લખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org