________________
નવમે અધ્યાય
'
(૭) અરતિ –સંયમ પાલન કરતાં અરતિ ઉત્પન્ન થાય એ અરતિ પરિષહ છે. શુભ ભાવનાદિથી અરતિને ત્યાગ એ પરિષહ જય છે અને અત્યાગ એ પરિષહને અજય છે. (૮) સ્ત્રી સ્ત્રી સ્વસમક્ષ હાસ્યાદિ ચેષ્ટા, કે ભોગપ્રાર્થનાદિ કરે તે સ્ત્રી પરિષહ છે. અશુચિ ભાવના આદિથી સ્ત્રીની ચેષ્ટા તરફ લય ન આપવું, તેની પ્રાર્થનાને સ્વીકાર ન કરવો વગેરે પરિષહ જય છે અને સ્ત્રીની ચેષ્ટાને નિહાળવી કે પ્રાર્થનાદિને સ્વીકાર કરવો એ પરિષહ અજય છે. (૯) ચર્યા -ચર્યા એટલે વિહાર. વિહારમાં પથ્થર, કાંટા આદિની પ્રતિકૂળતા એ ચર્ચા પરિષહ છે. પ્રતિકૂળતામાં ઉદ્વેગ આદિને વશ બન્યા વિના શાચ્યક્ત વિધિ મુજબ વિહાર કરે એ પરિષહ જય છે. પ્રતિકૂળતા દૂર થાય કે ન આવે એ માટે શાસ્ત્રોક્ત વિધિનું ઉલ્લંઘન કરીને વિહાર કર કે વિહાર જ ન કરે એ પરિષહ અજય છે. (૧૦) નિષદ્યા –નિષદ્યા એટલે ઉપાશ્રય આદિ થાન. ઉપાશ્રય આદિમાં શાક્ત વિધિ મુજબ સાધના કરતાં અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગે ઉપસ્થિત થાય એ નિષદ્યા પરિષહ છે. એ પ્રસંગોને આધીન ન બનવું–રાગદ્વેષ ન કરવા એ પરિષહ જય અને એ પ્રસંગોને આધીન બનીને રાગ-દ્વેષ કરવા એ પરિષહ અજય છે.
(૧૧) શય્યા –શયા એટલે સંથારે અથવા વસતિ. અનુકૂળ કે પ્રતિકૂળ શવ્યાની પ્રાપ્તિ એ શય્યા પરિષહ છે. અનુકૂળ અને પ્રતિકૂળ શયામાં અનુક્રમે હર્ષ-ઉદ્વેગને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org