________________
નવમો અધ્યાય
પ૭૫ વાસ્તવિક તે પાપરૂપ જ છે. કારણ કે તેમાં લાભ કરતાં નુકશાન વધારે છે. આ નિર્જરાને અકામ નિર્જરા પણ કહેવામાં આવે છે. આવી નિર્જરા તે આત્માએ અત્યાર સુધી ઘણું કરી. પણ તેનાથી કંઈ વળ્યું નહિ.
મારા કર્મોને ક્ષય થાય એવા ઇરાદાથી તપ, પરીષહ આદિથી થતો કર્મોનો ક્ષય તે બુદ્ધિપૂર્વક નિર્ભર છે. અહીં સહન કરવાની વૃત્તિ હોવાથી કર્મના ઉદય વખતે થતા દુઃખથી કઈ જાતનું અશુભ ધ્યાન થતું નથી, બલકે અધિક અધિક શુભ ધ્યાન થાય છે. આથી આ નિર્જરામાં નવા કર્મો બંધાતાં નથી. અથવા તેવા પ્રકારના વિશિષ્ટ અધ્યવસાયના અભાવે નવાં કર્મો બંધાય તે પણ શુભ જ બંધાય છે. તે શુભ કને મુક્તિના માર્ગમાં બાધક બનતાં નથી, બલકે સાધક બને છે. આથી આ કર્મક્ષયને (નિર્જ રાને) નિરનુબંધી કે શુભાનુબંધી કહેવામાં આવે છે.
આ નિર્જરા મેક્ષનું કારણ છે. આ નિરાને સકામ નિર્જરા પણ કહેવામાં આવે છે.
જેમ જેમ સકામ નિર્જરા થાય છે તેમ તેમ આત્મા કર્મથી મુક્ત બનતા જાય છે. જેમ જેમ કમ મુક્ત બને છે તેમ તેમ દુઃખથી મુક્ત બને છે. જ્યારે સંપૂર્ણ કર્મને ક્ષય થાય ત્યારે સિદ્ધ બનીને સર્વ દુઃખોથી મુક્ત બને છે. २. तमेवंविध विपाकमवद्यतः पापं संसारानुबन्धिनमेव चिन्तयेत् नहि ताशा निर्जरया मोक्षः शक्योऽधिगन्तुमिति...
(પ્રસ્તુત સૂત્રના ભ ષની શ્રી સિદ્ધસેનગણિ કૃત ટીકા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org