________________
નવમે અડયાય
પ૬૫ અથવા બ્રહ્મ એટલે ગુરુ. તેને આધીન જે ચર્યા તે બ્રહ્મચર્ય. અર્થાત્ મિથુનવૃત્તિના ત્યાગ રૂપ બ્રહ્મચર્યના પાલન માટે, જ્ઞાનની અભિવૃદ્ધિ માટે અને કષાયેની શાંતિ માટે ગુરુકુલવાસનું સેવન કરવું–ગુરુને આધીન રહેવું એ બ્રહ્મચર્ય છે. ગુરુકુલવાસ વિના બ્રહ્મચર્યની નવ વડે ખંડિત થવાને સંભવ હોવાથી બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન કઠીન છે. શાનું અધ્યયન ગુની પાસે કરવાનું વિધાન છે. આથી ગુરુકુલવાસ વિના જ્ઞાનની વૃદ્ધિ પણ ન થાય. સુગુરુની આજ્ઞા વિના સ્વતંત્ર રહેનારમાં કષા પણ વધે એ અતિ સંભવિત છે. ગુરુની નિશ્રા વિના વિકથા, અગ્ય વ્યક્તિને પરિચય વગેરે દેથી પરિણામે મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થવાનો સંભવ છે. આથી મુમુક્ષુએ જીવનપર્યત ગુરુકુલવાસનું સેવન કરવું જોઈએ અને એ જ પ્રકૃણ બ્રહ્મચર્ય ધર્મ છે. દિ. રહેવું. (૨) કામવર્ધક સ્રોકથા ન કરવી. (૩) જે સ્થાને સ્ત્રી બેઠેલી હોય તે સ્થાને તેના ઉઠી ગયા પછી પુરુષે બે ઘડી સુધી બેસવું નહિ. પુરુષના ઉઠી ગયા પછી તે સ્થાને સ્ત્રીએ એક પ્રહર સુધી બેસવું નહિ. (૪) સ્ત્રીની ઈદ્રિય તથા અંગે પગનું નિરીક્ષણ ન કરવું. (૫)
જ્યાં ભીંતને અંતરે પતિ-પત્નીના સંગ સંબંધી અવાજ સંભલાતો હોય તેવા સ્થાનને ત્યાગ કરવો. (૬) પૂર્વે-ગૃહસ્થાવસ્થામાં કરેલી કામક્રોડાનું સ્મરણ ન કરવું. (૭) પ્રત-અત્યંત નિગ્સ અને મધુર દૂધ, દહીં આદિ આહારને ત્યાગ કરવો (૮) અપ્રત આહાર પણ વધારે પડતો ન લે. (ઉણોદરી રાખવી.) (૯) શરીરની કે ઉપકરણોની વિભૂષાને (ટાપ–દીપને) ત્યાગ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org