SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ નવમે અધ્યાય પ૬૩ પ્રકારને સંયમ છે. (૧) પૃથ્વીકાયના જીવને દુઃખ થાય તેવી પ્રવૃત્તિનો મન, વચન અને કાયાથી કરવા, કરાવવા અને અનુમોદના રૂપે ત્યાગ કર એ પૃથ્વીકાય સંયમ છે. (૨-૯) આ પ્રમાણે પંચેંદ્રિય સંયમ સુધી સમજવું. (૧૦) આંખેથી નિરીક્ષણ કરવા પૂર્વક બેશવા વગેરેની ક્રિયા કરવી તે પ્રેક્ષ્યસંયમ. (૧૧) સાધુઓને શાસ્ત્રોક્ત અનુષ્ઠાનોમાં જોડવા અને ક્રિયાના વ્યાપારથી રહિત ગૃહસ્થની ઉપેક્ષા કરવી એ ઉપેશ્યસંયમ. (૧૨) બિનજરૂરી વસ્તુને ત્યાગ (ગ્રહણ) અથવા જીથી યુક્ત ભિક્ષા આદિ વસ્તુને પરાઠવી દેવી તે અપહૃત્ય સંયમ. (૧૩) રજોહરણથી પ્રમાર્જન કરીને બેશવા આદિની ક્રિયા કરવી તે પ્રમૂજ્યસંયમ. (૧૪-૧૫–૧૬) અશુભાગેથી નિવૃત્તિ અને શુભયોગમાં પ્રવૃત્તિ એ કાયસંયમ, વચનસંયમ અને મનસંયમ છે. (૧૭) પુસ્તકાદિ ઉપકરણે જરૂર પ્રમાણે જ રાખવાં, તેમનું સંરક્ષણ કરવું વગેરે ઉપકરણ સંયમ છે. (૭) તપ –શરીર અને ઇન્દ્રિયને તપાવવા દ્વારા આત્મવિશુદ્ધિ કરે એ તપ.' (૮) ત્યાગ –બાહ્ય અને અત્યંતર ઉપધિમાં ભાવદોષને-મૂછનો ત્યાગ એ ત્યાગધર્મ છે. અન્નપાન બાહ્ય ઉપધિ છે. શરીર અત્યંતર ઉપાધિ છે. અથવા રજોહરણ આદિ બાહ્ય ઉપદ્ધિ છે, અને ધાદિ કપાયે અત્યંતર ઉપધિ છે. અથવા બિનજરૂરી ઉપકરણોને ૧. તપનું વિશેષ વર્ણન આ અધ્યાયના ૧૯ મા સૂત્રથી શરૂ થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy