________________
શ્રી તત્ત્વાધિગમ સત્ર સદા ટકી રહ્યું છે? તથા નિર્બલ પણ સંચગવશાદુ બળવાન બની જાય છે. એટલે બલને ગર્વ પણ નકામે છે.
(૩) આર્જવ –આર્જવ એટલે ઋજુતા-સરળતા. મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાં સરળતા (માયાને અમાવ) તે આર્જવ છે. અર્થાત્ વૃત્તિ (માનસિક પરિણામ), વચન અને વર્તન એ ત્રણેની ઐક્યતા એ આર્જવ છે. માયા, કૂડ-કપટ, શઠતા આદિ દોના ત્યાગથી આર્જવ ધર્મની પ્રાપ્તિ થાય છે. (૪) શૌચ –ૌચ એટલે લાભનો અભાવ–અનાસક્તિ. ધમનાં ઉપકરણે ઉપર પણ મમત્વભાવ-આસક્તિ ન રાખવી જોઈએ. લોભથી કે આસક્તિથી આત્મા કર્મરૂપ મલથી મલિન બને તે માટે લાભ કે આસક્તિ અશૌચ-અશુચિ છે. અલભ કે અના સક્તિથી આત્મા શુદ્ધ બને છે માટે અલભ કે અનાસક્તિ શૌચ-શુચિ છે. (પ) સત્ય:-જરૂર પડે ત્યારે જ, સ્વ–પરને હિતકારી, પ્રમાણપત આદિ ગુણોથી યુક્ત વચને બોલવા તે સત્ય. (૬) સંયમ -મન, વચન અને કાયાને નિગ્રહ (અશુભથી નિવૃત્તિ યા શુભમાં પ્રવૃત્તિ) એ સંયમ છે. સામાન્યથી સંયમના ૧૭ભેદો છે. તે આ પ્રમાણે –પાંચ અવતરૂપ આસને ત્યાગ, પાંચ ઇન્દ્રિયોને જય, ચાર કષાયને ત્યાગ, મનદંડ, વચનદંડ, કાયદંડ એ ત્રણ દંડથી નિવૃત્તિ. અથવા પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બે ઈદ્રિય, તે ઈદ્રિય, ચઉરિંદ્રિય, પંચેંદ્રિય, પ્રેક્ષ્ય, ઉપેશ્ય, અપહૃત્ય, પ્રમ્રજ્ય, કાય, વચન, મન અને ઉપકરણ એમ સત્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org