________________
આ પ્રકાર રવિણ
ત. પિતાને
તે રૂ.
૫૬૦
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર મદના આઠ ભેદે છે. જાતિ, કુલ, રૂપ, ઐશ્વર્ય, વિજ્ઞાન, શ્રુત, લાભ અને વીર્ય એમ આઠ પ્રકારને મદ છે. માતાને વંશ તે જાતિ. પિતાને વંશ તે કુળ. શારીરિક સૌંદર્ય તે રૂપ. ઐશ્વર્ય એટલે ધનધાન્ય આદિ બાહ્ય સંપત્તિ. ઔત્પાતિકી આદિ ચાર પ્રકારની બુદ્ધિ એ વિજ્ઞાન છે. જિનક્તિ શાસ્ત્રના અધ્યયનથી થયેલ જ્ઞાન શ્રત છે અથવા મતિજ્ઞાન એ વિજ્ઞાન છે અને શ્રુતજ્ઞાન એ શ્રુત છે. ઈષ્ટ વસ્તુની. પ્રાપ્તિ એ લાભ છે. શારીરિક શક્તિ આદિ વીર્ય છે. આ આઠ પ્રકારના મદને અને માનને ત્યાગ કરવાથી માઈવ ધર્મ આવે છે. આથી મુમુક્ષુએ નીચે મુજબ વિચારણું કરી જાતિ આદિના મદનો અવશ્ય ત્યાગ કરે જોઈએ. (૧) સંસારમાં પરિભ્રમણ કરતાં અનેકવાર હીન, મધ્યમ અને ઉત્તમ જાતિની પ્રાપ્તિ થઈ છે. પિતતાના કર્મ પ્રમાણે જી હીન આદિ જાતિમાં ઉત્પન્ન થાય છે. એટલે કે ઈના પણ જાતિ શાશ્વતી રહેતી નથી, તે પછી અનિત્ય જાતિને ગર્વ શા માટે કરે? (૨) ઉત્તમકુળમાં ઉત્પન્ન થવા છતાં જીવે રૂપ, બલ, બુદ્ધિ, શીલ, વૈભવ આદિ ગુણેથી
૧. પ્રશમરતિ ગ્રંથમાં ઐશ્વના સ્થાને “વાલ્મક” મદ આવે છે. જ્ઞાતિ-સુ-v-વરઢામ-સુદ-વાઢખ્યા-તમારા.. क्लीवाः परत्र चेह च हितमप्यर्थ न पश्यन्ति ॥८॥
૨. વિજ્ઞાનને સ્થાને કોઈ સ્થળે તપ પણ આવે છે. ૩. ચાર પ્રકારની બુદ્ધિના વર્ણન માટે જુઓ અ. ૧ સ. ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org