________________
(૫૪૦
શ્રી તવાર્યાધિગમ સૂત્ર વ્યાપાર હેય છે. તે જ પ્રમાણે પ્રસ્તુતમાં કમપુગલોને ગ્રહણ કરવાને વ્યાપાર સર્વ આત્મ પ્રદેશમાં હોય છે. પણ વ્યાપારમાં તરતમતા અવશ્ય હોય છે. દરેક આત્મપ્રદેશમાં કર્યગ્રહણને વ્યાપાર હોવાથી દરેક આત્મપ્રદેશમાં આઠે ય કર્મોના પ્રદેશ સંબદ્ધ હોય છે. આ ઉત્તર આપણને સૂત્રમાં રહેલ ભોપુ એ શબ્દથી મળે છે.
(૮) પ્રદેશબંધમાં એક, બે, ત્રણ એમ છૂટા છૂટા પુગલો-કમણુએ બંધાતા નથી, કિંતુ મેટા જથ્થા રૂપે બંધાય છે. તેમાં પણ એકી સાથે એક, બે, ત્રણ, ચાર, થાવત્ સંખ્યાત કે અસંખ્યાત જથ્થા બંધાતા નથી, કિન્તુ અનંત જથ્થા જ બંધાય છે. તથા એક એક જથ્થામાં અનંતા કર્માણુઓ હોય છે આથી એકી વખતે દરેક આત્મપ્રદેશમાં અનંતાનંત કર્માણુઓ બંધાય છે. આ ઉત્તર સૂત્રમાં રહેલ નાનત્તરાઃ ” એ શબ્દથી મળે છે. [૨૫].
[પૂર્વે છઠ્ઠા અધ્યાયમાં શુભગ પુણ્ય કર્મને આસવ છે અને અશુભગ પાપકર્મને આસવ છે એમ જણાવ્યું છે. આથી કર્મોના પુણ્ય અને પાપ એમ બે ભેદે છે એમ ગર્ભિત રીતે સૂચન થઈ ગયું છે. આથી ક્યાં કર્મો પુણ્ય સ્વરૂપ છે અને ક્યાં ક પાપ સ્વરૂપ છે એ જણાવવું જરૂરી હેવાથી નીચેના સૂત્રમાં પુણ્ય કર્મોને જણાવીને બાકીનાં પાપ કર્મો છે એવું ગર્ભિત સૂચન કરે છે. ]
૧. આ મોટા જથથાને શાસ્ત્રની ભાષામાં કંધ કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org