________________
આઠમે અધ્યાય
૫૦૯ છે તેમ અનંતાનુબંધી કેધના ઉદયને દૂર કરે એ દુ શક્ય બને છે. અહીં કેધને રેખાની સાથે સરખાવવામાં ઘણું રહસ્ય રહેલું છે. રેખા પડવાથી વસ્તુને ભેદ થાય છે, એજ્ય નાશ પામે છે. તેમ કાધના ઉદયથી પણ જીવેમાં પરસ્પર ભેદ પડે છે, અને એજ્યન-સંપને નાશ થાય છે.
માન-સંજ્વલન માન નેતર સમાન છે. જેમ નેતર સહેલાઈથી વાળી શકાય છે, તેમ સંજવલન માનના ઉદયવાળે જીવ સ્વઆગ્રહનો ત્યાગ કરી શીવ્ર નમવા તૈયાર થાય છે. જેમકે બ્રાહ્મી-સુંદરીના વાક્યથી મહાત્મા બાહુબલિ. પ્રત્યાખ્યાનાવરણ માન કાષ્ઠ સમાન છે. જેમ કાષ્ઠને વાળવામાં થોડું કષ્ટ પડે છે તેમ પ્રત્યાખ્યાનાવરણ માનના ઉદયવાળો જીવ થેડો પ્રયત્ન કરવાથી નમે છે–નમ્ર બને છે. અપ્રત્યાખ્યાન માન અસ્થિસમાન છે. જેમ હાડકાને વાળવામાં ઘણું કષ્ટ પડે છે, તેમ અપ્રત્યાખ્યાન માનના ઉદયવાળો જીવ ઘણું કષ્ટથી વિલંબે નમવા તૈયાર થાય છે. અનંતાનુબંધી માન પથ્થરના સ્તંભ સમાન છે. જેમ પથ્થરને થાંભલે ન નમાવી શકાય, તેમ અનંતાનુબંધી માનવાળો જીવ નમે એ દુઃશક્ય છે. જેમ નેતર વગેરે પદાર્થો અક્કડ હોય છે તેમ માન કષાયવાળે જીવ અક્કડ રહે છે. આથી અહીં માનને નેતર આદિ અક્કડ વસ્તુ સાથે સરખાવવામાં આવ્યો છે.
માયા-સંજવલન માયા ઈંદ્રિધનુષ્યની રેખા સમાન છે. જેમ આકાશમાં થતી ઇંદ્રધનુષ્યની રેખા શીવ્ર નાશ પામે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org