________________
૫૦૮
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર નારકોને મનુષ્યગતિનું જ, તથા મનુષ્યો અને તિયાને દેવગતિનું જ આયુષ્ય બંધાય. પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન એ બે પ્રકારના કષાયના ઉદય વખતે આયુષ્ય બંધાય તે નિયમા દેવગતિનું જ આયુષ્ય બંધાય. આમ ગતિને આધાર મૃત્યુ વખતે કયા પ્રકારના કષાયે છે તેના ઉપર નથી, કિંતુ આયુષ્ય બંધ વખતે કેવા પ્રકારના કષાયો છે તેના ઉપર છે. આયુષ્ય ક્યારે બંધાય છે તેની આપણને ખબર પડતી નથી. માટે સદ્ગતિમાં જવું હોય તે સદા શુભ પરિણામ રાખવા જોઈએ. દwતેથી ક્રોધાદિ કષાનું સ્વરૂપ
ક્રોધ-સંજવલન કે જલરેખા સમાન છે. જેમ લાકડીના પ્રહાર આદિથી જલમાં પડેલી રેખા પડતાંની સાથે જ તુરત વિના પ્રયત્ન નાશ પામે છે. તેમ ઉદય પામેલ સંજવલન કે ખાસ પુરુષાર્થ કર્યા વિના શીવ્ર નાશ પામે છે. જેમ કે મહાત્મા વિષ્ણુકુમારને કેધ. પ્રત્યાખ્યાનાવરણ કેધ રેણુરેખ સમાન છે. જેમ રેતીમાં પડેલી રેખાને (પવન આદિને એગ થતાં) ઘેડા વિલંબે નાશ થાય છે તેમ ઉદય પામેલ પ્રત્યાખ્યાનાવરણ કે જરા વિલંબથી નાશ પામે છે. અપ્રત્યાખ્યાન કે પૃથ્વીરેખા સમાન છે. જેમ પૃથ્વીમાં પડેલી ફાડ કષ્ટથી વિલંબે પૂરાય છે, તેમ ઉદય પામેલ અપ્રત્યાખ્યાન કેંધ થડા કષ્ટથી અને અધિક કાળ દૂર થાય છે. અનંતાનુબંધી કે પર્વતરેખા સમાન છે. જેમ પર્વતમાં પડેલી ફાડ પૂરવી દુઃશક્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org