________________
શ્રી તત્વાર્થાધિમમ સત્ર
જે કર્માણુઓ આત્માના જ્ઞાનગુણને દબાવે તે કર્માણુએ જ્ઞાનાવરણીય કર્મ. જે કર્માણુઓ આત્માના દર્શન ગુણને અભિભવ કરે તે દર્શનાવરણીય કર્મ. જે કર્માઓ આત્માના અનંત અવ્યાબાધ સુખને રોકીને બાહ્ય સુખ અને દુઃખ આપે તે કર્માણુઓ વેદનીય કમ. આત્માના સ્વભાવ રમણુતા (કે સ્થિરતા) રૂપ ચારિત્રને દબાવનારા કર્માણ મેહનીય કર્મ. અક્ષય સ્થિતિ ગુણને રેકીને જન્મ-મરણનો અનુભવ કરાવનારા કમણુઓ આયુષ્ય કર્મ. અરૂપિપણને દબાવીને મનુષ્યાદિ પર્યાનો અનુભવ કરાવનારા કર્માણુઓ નામ કર્મ. અગુરુ–લઘુપણાને અભિભવ કરીને ઉચ્ચ કુળ કે નીચ કુળનો વ્યવહાર કરાવનારા કર્માણુઓ નેત્ર કર્મ. અનંત વીર્ય ગુણને દબાવનારા કર્માણુઓ અંતરાય ક.
આઠ કર્મોની આત્મા ઉપર અસર.
આ આઠ પ્રકૃતિઓની આત્માના ગુણો ઉપર અસર થવાથી આત્માની કેવી સ્થિતિ બની છે તે જોઈએ. આત્મામાં રહેલા જ્ઞાન અને દર્શન ગુણને સમજવા માટે આપણે એ સમજવાની જરૂર છે કે, દરેક વસ્તુ સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારે છે. વસ્તુને વિશેષ રૂપે બેધ તે જ્ઞાન, અને સામાન્ય રૂપે બોધ તે દન. આનો અર્થ એ થયો કે જ્ઞાન અને દર્શન એ બંને જ્ઞાન સ્વરૂપ =બોધ સ્વરૂપ જ છે. છતાં વસ્તુના વિશેષ બેધને જ્ઞાન કહેવામાં આવે છે, અને સામાન્ય બંધને દર્શન કહેવામાં આવે છે. આ જ્ઞાન અને દર્શન ગુણથી આત્મામાં ભૂત, ભાવી અને વર્તમાન એ ત્રણે કાળની સમસ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org