________________
૪૭૪
શ્રી તત્ત્વાથધિગમ સૂત્ર દાનની ક્રિયા સમાન છતાં ફળમાં તફાવતવિધિ-વ્ય-રાણ-પત્રવશેષતા તરિક ૭-રૂઝ
વિધિ, દ્રવ્ય, દાતા અને પાત્રની વિશેષતાથી દાનધર્મમાં (અર્થાત ફળમાં) તફાવત પડે છે. (દાનધર્મની વિશેષતાથી તેના ફળમાં પણ વિશેષતા(-તફાવત) આવે છે.)
(૧) વિધિ-દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર અને કમપૂર્વક કલ્પનીય વસ્તુ આપવી વગેરે વિધિ છે.
(૨) દ્રવ્ય-અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર આદિ શ્રેષ્ઠ દ્રવ્યનું દાન કરવું જોઈએ.
(૩) દાતા–દાતા પ્રસન્નચિત્ત, આદર, હષ, શુભાશય એ ચાર ગુણેથી યુક્ત અને વિષાદ, સંસાર સુખની ઈચ્છા, માયા અને નિદાન એ ચાર થી રહિત હવે જોઈએ.
(૧) પ્રસન્નચિત્ત-સાધુ આદિ પિતાના ઘરે આવે ત્યારે, હું પુણ્યશાળી છું, જેથી તપસ્વીઓ મારા ઘરે પધારે છે, એમ વિચારે અને પ્રસન્ન થાય. પણ આ તે રાજ અમારા ઘરે આવે છે, વારંવાર આવે છે, એમ વિચારી કંટાળી ન જાય. (૨) આદર-વધતા આનંદથી
૧. જાતે જ પિતાના હાથે સહર્ષ દાન કરવું એ પણ વિષિ છે. આદિ (વગેરે) શાબ્દથી આ વિધિને નિર્દેશ કર્યો છે
૨, દેશ-કાળ આદિની સર જુતી માટે જુઓ આ અધ્યાયન ૧ક સૂત્રમાં અતિથિ સંવિભાગ વ્રતનું વર્ણન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org