________________
સાતમો અધ્યાય
૪૫૩ પરમાર્થથી મૈિથુન કરાવ્યું ગણાય. એટલે પરમાર્થથી વ્રતભંગ છે. પણ હું વિવાહ જ કરાવું છું, મિથુન નથી કરાવતે એવા માનસિક પરિણામની દૃષ્ટિએ પિતે વ્રત સાપેક્ષ છે. આમ આંશિક (અપેક્ષાએ) વ્રતભંગ અને આંશિક વ્રતપાલન હોવાથી આ અતિચાર છે.
જેમ પરનાં સંતાનોના વિવાહથી અતિચાર લાગે છે તેમ પોતાનાં સંતાનના વિવાહથી પણ અતિચાર લાગે. પણ જે પોતાનાં સંતાનોને વિવાહ ન કરે તે સંતાન -
છાચારી બને. તેમ થતાં શાસનની હિલના થાય. આથી પિતાનાં સંતાનના વિવાહને નિર્દેશ અહીં નથી કર્યો. પણ જે પોતાનાં સંતાનને વિવાહ અન્ય પોતાને મોટો પુત્ર કે ભાઈ વગેરે સંભાળી લે તેમ હોય તે પિતે તેમાં જરાપણું માથું નહિ મારવું જોઈએ.
(૨) ઈવર પરિગીતા ગમન-ઈવર એટલે થોડા ટાઈમ.પરિગૃહીતા એટલે સ્વીકારેલી. બીજા કેઈએ થોડા ટાઈમ માટે વેશ્યાને સ્વીકાર કર્યો હોય ત્યારે વેશ્યાગમન કરવું. જેટલા ટાઈમ સુધી અન્ય વ્યક્તિએ (પૈસા આપવા વગેરેથી) વેશ્યાને સ્વીકાર કર્યો હોય તે ટાઈમમાં વેશ્યાગમન કરવું એ અતિચાર છે. તેટલા વખત સુધી બીજાએ પગાર બાંધી વેશ્યાને પોતાની સ્ત્રી રૂપે રાખેલી હોવાથી પરદાર છે. એટલે વ્રતભંગ છે. છતાં હું પરસ્ત્રીસેવન કરતું નથી, કિન્તુ વેશ્યાસેવન કરું છું એમ માનસિક પરિણામની દષ્ટિએ વ્રતભંગ ન હોવાથી ઈવર પરિગ્રહીતાગમન અતિચાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org