________________
૫૨
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર ત્યારે મોટા માપ-તેલનો ઉપયોગ કરે અને વેચવાની હોય ત્યારે નાના માપ–તેલાને ઉપયોગ કરે. - (૫) પ્રતિરૂપક વ્યવહાર–સારા માલમાં ખરાબ કે નકલી માલની ભેળસેળ કરવી. બનાવટી વસ્તુ પેદા કરી અસલરૂપે વેચવી.
યદ્યપિ હીનાધિક માનેન્માન અને પ્રતિરૂપક વ્યવહાર એ બે કાર્યોમાં ઠગબાજીથી પરધન લેવાતું હોવાથી વ્રતભંગ છે. છતાં ખાતર પાડવું એ જ ચેરી છે, આ તે વણિક કળા છે, એવી કલ્પનાથી આંશિક વતભંગ થવાથી (એની દષ્ટિએ ચેરી નથી. પણ શાસ્ત્રષ્ટિએ ચરી છે) આ બંને અતિચાર ગણાય છે. [૨]
ચેથા વ્રતના અતિચારોपरविवाहकरणेत्वरपरिगृहीतापरिगृहीतागमना-ऽनङ्गक्रीडा
-તત્રામમિનિશા ૭–૨રૂ II
પરવિવાહકરણ, ઈત્વર પરિગ્રહીતાગમન, અપરિગ્રહીતાગમન, અનંગકીડા અને તીવ્ર કામાભિ-નિવેશ એ પાંચ બ્રહ્મચર્ય (સ્થૂલ મૈથુન વિરમણ) વતના અતિચારે છે.
(૧) પરવિવાહરણ-કન્યાદાનના ફળની ઈચ્છાથી કે રમેહ વગેરેથી આગળ પડતો ભાગ લઈ અન્યનાં સંતાનેના વિવાહ કરવા. અહીં પરદારની સાથે મિથુન નહિ કરું અને નહિ કરાવું એ નિયમ છે. વિવાહ કરાવવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org