________________
--
સાતમો અધ્યાય
૪૭ આપનાર વ્યક્તિ તમે ૫૦૦ આપ્યા છે એમ ન કહે. ૪૦૦ રૂપિયા આપી દે અને ૧૦૦ રૂપિયા પતે હજમ કરી જાય.
યદ્યપિ ન્યાસાપહાર એ ચારી છે, છતાં તેમાં ચારીને છુપાવવા તેવાં અસત્ય મિશ્રિત વાક્યો બલવાને પ્રસંગ આવે એ દષ્ટિએ એને સત્યવ્રતના અતિચાર તરીકે ગણવામાં આવેલ છે.
અન્ય ગ્રંથોમાં “ન્યાસાપહાર” અતિચારના સ્થાને ‘સહસા અભ્યાખ્યાન અતિચાર આવે છે. સહસા એટલે વિચાર કર્યા વિના એચિંતું. અભ્યાખ્યાન એટલે આરોપ. વગર વિચારે તું ચેર છે, તું બદમાસ છે ઈત્યાદિ આપ મૂક. અહી અન્યને આપ આપવાને પિતાને ઈશ નથી. પણ ઉતાવળથી હકીકત બાબર જાણ્યા વિના અસત્ય હકીકતને સત્ય હકીકત સમજીને અનાગથી કહી દે છે. આથી અહીં અંતરમાં વ્રતભંગના પરિણામ નથી. પણ તેનાથી પરદુઃખ આદિ થવાનો સંભવ હોવાથી આંશિક ભંગ છે. આથી સહસાભ્યાખ્યાન અતિચાર રૂપ છે. પણ જે જાણી જોઈને દુઃખ આપવાના આશયથી પેટે આપ ચડાવવામાં આવે તે વ્રતભંગ જ ગણાય.
(૫) સાકાર મંત્રભેદ –આકાર એટલે શરીરની આકૃતિ–વિશિષ્ટ ચેષ્ટા. આકારથી સહિત તે સાકાર. મંત્ર એટલે અભિપ્રાય. અન્યની તેવા પ્રકારની શરીરની ચેષ્ટાથી જાણવામાં આવેલ અભિપ્રાય તે સાકારમંત્ર. તેને ભેદ એટલે બહાર પ્રકાશન કરવું. આ સાકારમંત્ર ભેદને શબ્દાથ છે. ભાવાર્થ આ પ્રમાણે–વિશ્વાસપાત્ર બનીને તેવા પ્રકારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org