________________
સાતમે અધ્યાય
૪૩૫
પ્રથમ નિમંત્રણ કરવું. પછી બીજી વસ્તુઓનું નિમંત્રણ કરવું. અથવા જે દેશમાં જે ક્રમ હોય તે ક્રમે વહેરાવવું. (૬) કલપનીય-આધાકર્મ આદિ દેથી રહિત, સંયમમાં ઉપકાર વગેરે ગુણેથી યુક્ત વસ્તુ ક૯૫નીય છે.
વર્તમાનકાળે વિહાર યા તિવિહાર ઉપવાસથી રાતદિવસને પૌષધ કરી બીજે દિવસે એકાસણું કરવું અને સાધુઓ જે વસ્તુ વહારે તે વસ્તુ વાપરવી એ પ્રમાણે અતિથિ સંવિભાગ વ્રત કરવામાં આવે છે. આ નિયમ લેનારે વર્ષમાં બે-ત્રણ-ચાર એમ જેટલા દિવસ અતિથિસંવિભાગ કરે હેય તેટલા દિવસની સંખ્યા નક્કી કરી લેવી જોઈએ.
ફળ–આ વ્રતના સેવનથી દાનધર્મની આરાધના થાય છે. સાધુઓ પ્રત્યે પ્રેમ-બહુમાન અને ભક્તિ વધે છે. સાધુને દાન આપીને તેની અનુમોદના દ્વારા સંયમધર્મનું ફળ પામે છે.
સાત વતેના બે વિભાગ–અહીં બતાવેલા સાત તેના ગુણવ્રત અને શિક્ષાત્રત એમ બે વિભાગ છે. દિગ્વિરતિ, ઉપગ પરિભેગ પરિમાણ, અને અનર્થદંડ વિરમણ એ ત્રણ ગુણવ્રત છે. કારણ કે તે તે પાંચ અણુવતેમાં ગુણ-લાભ કરે છે. આ ત્રણ ત્રથી પાંચ અણુવ્રતનું પાલન સરળ બને છે. દેશવિરતિ, સામાયિક, પૌષધેપવાસ અને અતિથિ સંવિભાગ એ ચાર શિક્ષાવ્રત છે. કારણ કે તે વ્રતના પાલનથી સંયમધર્મની શિક્ષા–અભ્યાસ (પ્રેક્ટીસ) થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org