________________
૪૩૪.
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર કરે, એટલે કે તેમને સંયમમાં જરૂરી આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર આદિનું ભક્તિથી પ્રદાન કરવું. સાધુઓને ન્યાયાગત (-ન્યાયથી મેળવેલી વસ્તુનું દાન કરવું જોઈએ, અને તે પણ વિધિપૂર્વક; એટલે કે દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર, ક્રમ અને કપનીયન ઉપગપૂર્વક, કરવું જોઈએ.
(૧) દેશ-આ દેશમાં અમુક વસ્તુ સુલભ છે કે દુર્લભ ઈત્યાદિ વિચાર કરીને દુર્લભ વસ્તુ અધિક પ્રમાણમાં આપવી વગેરે. (૨) કાળ–સુકાળ છે કે દુષ્કાળ છે ઈત્યાદિ વિચાર કરે. દુષ્કાળ હોય અને પિતાને સુલભ હોય તે સાધુઓને અધિક પ્રમાણમાં વહેરાવવું. કયા કાળે કેવી વસ્તુની અધિક જરૂર પડે. વર્તમાનમાં કઈ વસ્તુ સુલભ છે કે દુર્લભ છે ઈત્યાદિ વિચાર કરીને તે પ્રમાણે વહેરાવવું વગેરે. (૩) શ્રદ્ધા-વિશુદ્ધ અધ્યવસાણી આપવું. આપવું પડે છે માટે આપે એવી બુદ્ધિ નહિ, કિન્તુ આપવું એ આપણી ફરજ છે, એમને આપણું ઉપર મહાન ઉપકાર છે, આપણે પણ એ રસ્તે જવાનું છે, તેમને આપવાથી આપણે એ માર્ગે જવા સમર્થ બની શકીએ, તેમને આપવાથી આપણા અનેક પાપ બળી જાય ઈત્યાદિ વિશુદ્ધ ભાવનાથી આપવું. (૪) સત્કાર-આદરથી આપવું. નિમંત્રણ કરવા જવું, એચિંતા ઘરે આવે તે ખબર પડતાં સામે જવું, વહેરાવ્યા બાદ થોડા સુધી પાછળ જવું વગેરે સત્કારપૂર્વક દાન કરવું. (૫) દમ-શ્રેષ્ઠ વસ્તુ પ્રથમ આપવી, પછી સામાન્ય વસ્તુ આપવી. અથવા દુર્લભ વસ્તુનું કે તે કાળે જરૂરી વસ્તુનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org