________________
Y31
સાતમે અધ્યાય
ફળ-આ વ્રતથી મોક્ષસુખની વાનગી રૂપ શાંતિનેસમતાનો અનુભવ થાય છે. ગૃહસ્થ હોવા છતાં સાધુ જેવું જીવન બને છે. અનેક પ્રકારના પૂર્વ સંચિત પાપને નાશ થાય છે. મેક્ષમાની–જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના થાય છે.
(૧૦) પૌષધપવાસ–પષધ એટલે પર્વતિથિ. અષ્ટમી આદિ પર્વતિથિએ ઉપવાસ કરે તે પષધેપવાસ. આ પૌષધપવાસ શબ્દને માત્ર શબ્દાર્થ છે. ભાવાર્થ આ પ્રમાણે –આહાર, શરીરસત્કાર, અબ્રહ્મ અને સાવદ્ય કમ આ ચારને ત્યાગ તે પૌષધપવાસ (કે પૌષધ) ત્રત. આ વ્રત કેવળ દિવસ પુરતું, કેવળ રાત્રિ પૂરતું, યા દિવસ-રાત્રિ પૂરતું લેવામાં આવે છે. આહાર ત્યાગ સિવાય ત્રણ પ્રકારને ત્યાગ સર્વથા કરવામાં આવે છે. આહારત્યાગ સર્વથા અથવા શક્તિના અભાવે દેશથી પણ કરવામાં આવે છે. જે ચેવિહાર ઉપવાસ કરવામાં આવે તે આહારને સર્વથા અને તિવિહાર ઉપવાસ, આયંબિલ આદિ કરવામાં આવે તે દેશથી ત્યાગ થાય છે. આ વ્રત ગ્રહણ કરનારે અષ્ટમી આદિ પર્વતિથિએ પૌષધ લેવાને નિયમ ગ્રહણ કરવો જોઈએ. દરેક પર્વતિથિએ ન લઈ શકાય તે વર્ષમાં અમુક ૧૦-૨૦-૩૦પૌષધ કરવા એ નિયમ કર જોઈએ.
૧. સ્નાન કરવું, તેલ ચાળવું, સુગંધિ પદાર્થોનું વિલેપન કરવું, વાળ ઓળવા વગેરે શરીરની વિભૂષા કરવી એ શરીર સત્કાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org