________________
સાતમા અધ્યાય
૪૧૯
ઔષધિના સેવન વિના પ્રાપ્ત થઈ શકે તેમ નહાવાથી રાગી અનિચ્છાએ પણ તેનું સેવન કરે છે. જેમ વસ્તુ ઈષ્ટ હોવા છતાં પુણ્યના અભાવે મળતી નથી, તેમ વસ્તુ અનિષ્ટ હોવા છતાં પુણ્યના અભાવે અવશ્ય સ્વીકારવી પડે છે. આથી આસક્તિ ન હોવા છતાં–ગમતું ન હોવા છતાં વસ્તુના સ્વીકાર અને ઉપભોગ કરવા પડે છે. કાંટાથી દૂર ભાગનાર પણ જ્યારે કાંટા વાગે છે ત્યારે તેને કાઢવા ખીજા કાંટાને શેાધતા નથી?
\
પ્રસ્તુત પ્રશ્નના ઉત્તર આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારવાના છે. જેમ રાગી ન ગમવા છતાં કડવાં ઔધધેનું સેવન કરે છે, તેમ અહિંસા આદિ મહાવ્રતાના સાધક આત્માને દુનિયાના કોઈ પણ પદાર્થોં ઉપર આસક્તિ-મમત્વ ભાવ ન હોવા છતાં મહાવ્રતાના પાલન માટે અમુક વસ્તુએને સ્વીકાર અને ઉપભાગ અનિવાય બની જાય છે. મહાવ્રતાનું પાલન દેઢુને આધીન છે. દેહનુ' પાષણ આહાર, વસ્ત્ર, વસતિ આદિ વિના ન થઈ શકે. અહાર-પાણી પાત્ર વિના ન લઈ શકાય. આથી સાધક આહાર, વસ્ત્ર, પાત્ર, વસતિ વગેરે ઇષ્ટ નહાવાં છતાં કેવળ શરીરના નિર્વાહ માટે ગ્રહણુ કરે છે. તેમાં આસક્તિ ન હોવાથી તે સ્વીકાર પરિગ્રહની કેટિમાં આવી શકતા નથી. આથી જ તીથ કરાએ સાધુઓને શરીરના નિર્વાહ માટે જરૂરી વસ્ત્ર આદિ સ્વીકારવાની અનુજ્ઞા આપી છે. પરંતુ તેમાં આસક્તિ ન જાગે તે માટે સાધકે સતત સાવધાન રહેવુ જોઈએ. અન્યથા સંયમનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org