________________
૪૧૮
શ્રી તન્વાર્યાધિગમ સત્ર અહીં કેવળ સ્વીકાર અર્થ નથી. કિન્તુ જેનાથી આત્મા સંસારમાં જકડાય તે પરિગ્રહ એ અર્થ છે. આત્મા આસક્તિથી–મૂછથી સંસારમાં જકડાય છે માટે આસક્તિમૂચ્છ પરિગ્રહ છે આથી વસ્તુને સ્વીકાર કરવા છતાં તેના વિશે આસક્તિ ન હોય તે વસ્તુને સ્વીકાર પરિગ્રહ રૂપ બનતું નથી. વસ્તુને સ્વીકાર ન કરવા છતાં જે તેમાં આસક્તિ હોય તે તે પરિગ્રહ છે. જે એમ ન હોય તે ભિખારીને પણ નિપરિગ્રહી–પરિગ્રહ રહિત કહેવો જોઈએ. આમ આસક્તિ વિના-ઈચ્છા વિના વસ્તુને સ્વીકાર યા ઉપગ એ પરિગ્રહ નથી. તથા આસક્તિ-ઈચ્છા હોય તે વસ્તુ ન મળવા છતાં–ન ભેગવવા છતાં પરિગ્રહ છે.
પ્રશ્ન-ઈષ્ટ વસ્તુમાં આસક્તિ હોવા છતાં પુણ્યના અભાવે તે વસ્તુ ન મેળવી શકે એ બરાબર છે. પણ અનિષ્ટ વસ્તુમાં આસક્તિ ન હોવા છતાં–ઈચ્છા ન હોવા છતાં તે વસ્તુને સ્વીકારે–તે વસ્તુને ઉપભેગ કરે એ કેમ બને? વસ્તુને સ્વીકાર–વસ્તુને ઉપભેગા જ કહી આપે છે કે એને એ વસ્ત ઈષ્ટ છે. જે અનિષ્ટ હોય તે તેને સ્વીકાર–ઉપભેગ કેમ કરે છે? કાંટો અનિષ્ટ છે તે તેનાથી દૂર રહે છે.
ઉત્તર–શું રેગી કડવાં ઔષધ પીએ છે તે તેને ગમે છે માટે પીએ છે? રેગી કડવાં ઔષધ ન ગમવા છતાં પીએ છે. કારણ કે તે વિના એ નિરોગી થઈ શકે તેમ નથી. કેટલીક વખત ઈષ્ટને મેળવવા અનિષ્ટનું સેવન કરવું પડે છે. રોગીને આરોગ્ય ઈષ્ટ છે. પણ તે અનિષ્ટ કડવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org