________________
સાતમો અધ્યાય
૪૧૧
વવાના જ ધ્યાનમાં છે. છતાં સંગ એ છે કે જીવ બચાવી શકાતું નથી. તેવા પ્રકારના રોગ આદિ પ્રબળ કારણે ઉપસ્થિત થતાં દુભાતા હૃદયે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ઔષધસેવન આદિમાં થતી હિંસા પણ દ્રવ્યહિંસા છે. સંસાર ત્યાગી મુનિ જે પ્રમાદ કરે-જીવ રક્ષા તરફ લક્ષ્ય ન રાખે તે પ્રાણુવિયેગ રૂપ દ્રવ્યહિંસા ન થવા છતાં ભાવહિંસા અવશ્ય થાય છે, અને જ્યારે પ્રમાદની સાથે પ્રાણવિયેગ પણ થાય છે ત્યારે દ્રવ્ય-ભાવ હિંસા થાય છે. આમ અપેક્ષાએ ગૃહસ્થાવાસના ત્યાગી મુનિઓમાં પણ ત્રણે પ્રકારની હિંસા સંભવિત છે.
અહીં સૂફમદષ્ટિથી વિચારવામાં આવે તે જણાશે કે જેમ મોટા ભાગના ગૃહમાં સદા ભાવ હિંસા હોય છે. તેમ સાધુઓમાં સદા દ્રવ્ય હિંસા હોય છે. કારણ કે શ્વાસે શ્વાસ, હાથ–પગ પ્રસારણ આદિથી સૂક્ષમ વાયુ કાયના. જીની હિંસા થયા કરે છે. પોતે અપ્રમત્ત હોવા છતાં, આ હિંસાનો પરિહાર અશક્ય છે. આવી દ્રવ્ય હિંસા ૧૩ મા ગુણસ્થાનક સુધી હોય છે. ૧૪ માં ગુણસ્થાને રહેલા તથા સિદ્ધ છે દ્રવ્ય અને ભાવ એ બંને પ્રકારની હિંસાથી. રહિત છે. [૮]
અસત્યની વ્યાખ્યા
असदभिधानमनृतम् ॥ ७-९॥ પ્રમાદથી અસત્ (અયથાર્થ) બોલવું તે અસત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org