________________
૪૦૨
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર એ દ્રવ્યકરુણું છે. અહીં સાધુઓ માટે તે મુખ્યતયા ભાવ કરુણાનું વિધાન છે. ગૃહસ્થોએ યથાયોગ્ય બંને પ્રકારની ભાવના રાખવી જોઈએ. શક્તિ અને સંગ હોવા છતાં કેવળ ભાવકરુણ રાખનાર ગૃહસ્થની ભાવકરણ પિઠળ છે.
(૪) માધ્યશ્ચભાવના -માધ્યચ્ય, ઉપેક્ષા, સમ ભાવ વગેરે શબ્દોને એક અર્થ છે. ઉપદેશને અગ્ય અવિનીત પ્રાણુ પ્રત્યે સમભાવ (રાગદ્વેષના ત્યાગ) પૂર્વક (એને સમજાવવા કે સુધારવા માટે) ઉપદેશ આપવાને ત્યાગ કરે એ માધ્યચ્ય ભાવના છે. જે પ્રાણી અવિનીત હાવાથી હિતાપદેશ સાંભળે નહિ, કદાચ સાંભળે તે પણ એક કાને સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે, શક્ય હોવા છતાં ઉપદેશને આંશિક પણ અમલમાં ન મૂકે, એવા પ્રાણું પ્રત્યે ઉપેક્ષા ભાવના ભાવવી, એટલે કે તેના પ્રત્યે જરા પણ દ્વેષ લાવ્યા વિના ઉપદેશ આપવાનું છોડી દેવું જોઈએ. જે એવા પ્રાણી પ્રત્યે માઘસ્ય ભ વના ન રાખવામાં આવે તે સાધકને હિતેપદેશને પ્રયત્ન નિષ્ફળ બને છે, અને સાધકના મનમાં કદાચ તેના પ્રત્યે દ્વેષ વૃત્તિ જાગે એ પણ સંભવિત છે. આગળ વધીને એક બીજાને કલેશ-કંકાસ અને વૈમનસ્ય પણ ઉત્પન્ન થાય. આથી સાધકે દીર્થ વિચાર કરીને ઉપેક્ષા ભાવનાને જીવ ઉપર ઉપેક્ષા ભાવનાનો પ્રયોગ અવશ્ય કર જોઈએ. અન્યથા બંનેને આધ્યાત્મિક અને વ્યાવહારિક એ બંને દૃષ્ટિએ નુકશાન થવાનો સંભવ છે. આ ભાવનાથી અવિનીત આદિ પ્રત્યે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org