________________
સાતમા અધ્યાય
૩૮૩
ઉક્ત પાંચ વ્રતના બે ભેદે
તેરા–સર્વતો:જુ-મતિ . ૭-૨ હિંસાદિ પાપથી દેશથી (આંશિક કે સ્કૂલ) નિવૃત્તિ તે અણુવ્રત અને સર્વથા (સૂમથી) નિવૃત્તિ) તે મહાવત છે.
પાંચ મહાવ્રતો –
(૧) પ્રાણાતિપાત વિરમણ વ્રત –સર્વ પ્રકારના જીનીર હિંસાને ત્યાગ. (૨) મૃષાવાદ વિરમણ વ્રતસર્વ પ્રકારના અસત્યને ત્યાગ. (૩) અદત્તાદાન વિરબમણું વ્રત --સર્વ પ્રકારની ચરીને ત્યાગ. (૪) મિથુન વિરમણ વ્રત:-સર્વ પ્રકારના મૈથુનને (–વિષયોને) ત્યાગ. (૫) પરિગ્રહ વિરમણ વ્રતઃ -સર્વ પ્રકારના પરિગ્રહનો ત્યાગ.
પાંચ અણુવ્રત:
(૧) સ્થૂલ પ્રાણુતિપાત વિરમણ -નિષ્કારણે, નિરપરાધી, ત્રસજની સંકલ્પ પૂર્વકની હિંસાનો ત્યાગ. (૧) આ વ્રતમાં ત્રસ અને સ્થાવર એ બે પ્રકારના જીમાંથી ત્રસ જીવોની જ હિંસાને ત્યાગ કરવામાં આવે છે. ગૃહસ્થપણામાં સ્થાવર જીવોની હિંસાને ત્યાગ અશક્ય છે. (૨) તેમાં પણ સંક૯પથી, એટલે કે મારવાની બુદ્ધિથી, હિંસાને ત્યાગ કરવામાં આવે છે. મારવાની બુદ્ધિ ન હોવાં છતાં
૧ જીવેના ભેદની સમજૂરી માટે જુઓ અ. ૨ સે. ૧૦ વગેરે.
૨. હિંસા આદિ પાંચ પાપની વ્યાખ્યા ગ્રંથકાર સ્વયમેવ આ અધ્યાયના આઠમા સૂત્રથી શરૂ કરશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org