________________
૩૭૦
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર કે સકલ ગુણ સંપન્ન તીર્થકરેએ પ્રરૂપેલ સ્કુરાયમાન તેજવાળું પ્રવચન હોવા છતાં મહા મેહના અંધકારથી સુખને સાચે માર્ગ નહિ દેખાવાથી અત્યંત દુઃખી અને વિવેકથી રહિત છે આ ગહન સંસારમાં ભમ્યા કરે છે, માટે હું આ જીવોને પવિત્ર પ્રવચન (જૈન શાસન) પમાડીને આ સંસારમાંથી (યથાયોગ્ય ) પાર ઉતારું” એ પ્રમાણે જગતના સઘળા જી પ્રત્યે સર્વોત્કૃષ્ટ કરુણું ભાવના ભાવે છે. પ્રત્યેક ક્ષણે ઉત્તરોત્તર આ ભાવના અત્યંત વૃદ્ધિ પામતી જાય છે. સદા પરાર્થવ્યસની ( =પરનું કલ્યાણ કરવાના વ્યસનવાળા) અને કરુણદિ અનેક ગુણેથી યુક્ત તે છે માત્ર આવી ભાવના ભાવીને બેસી રહેતા નથી, કિન્તુ જે જે રીતે જીવનું કલ્યાણ થાય તે તે રીતે પ્રયત્ન કરે છે. આથી તેઓ તીર્થકર નામનો નિકાચિત બંધ કરે છે. [૨૩]
નીચ ગોત્રના આસपरात्मनिंदाप्रशंसे सदसद्गुणाच्छादनोद्भावने च
નીરત્રય | ૬-૨૪ ! પરનિંદા, આત્મપ્રશંસા, સદગુણ–આછાદન, અસદગુણુ-ઉદુભાવન એ નીચગેત્રના આવે છે.
(૧) પરનિંદા–અન્યના વિદ્યમાન કે અવિદ્યમાન દેશે કુબુદ્ધિથી પ્રગટ કરવા. (૨) આત્મપ્રશંસા–સ્વના વિદ્યમાન કે અવિદ્યમાન ગુણે સત્કર્ષ સાધવા પ્રગટ કરવા. (૩) સદગુણછાદન–પરના વિદ્યમાન ગુણોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org