________________
૩૬૯
છો અધ્યાય શાક્ત વિધિ મુજબ સાધુઓને ભક્ત–પાન આદિ લાવી આપવું. અથવા પ્રવચન એટલે પ્રવચનની-જિનશાસનની આરાધના કરનાર સાધર્મિક. જેમ માતા પિતાના પુત્ર ઉપર અકૃત્રિમ સ્નેહ ધારણ કરે છે તેમ સાધર્મિક ઉપર અકૃત્રિમ સનેહ રાખવે એ પ્રવચન વાત્સલ્ય છે.
(૧) અરિહંત (૨) સિદ્ધ (૩) પ્રવચન (૪) આચાર્યગુરુ (૫) સ્થવિર (૬) ઉપાધ્યાય –બહુશ્રુત ] (૭) સાધુ (૮) જ્ઞાન( =વાચનાદિ પાંચ પ્રકારના સ્વાધ્યાયથી સૂત્રાર્થને અભ્યાસ) (૯) સમ્યગ્દર્શન ૧૦) વિનય (૧૧) આવશ્યક ક્રિયા (૧૨) મૂલગુણ-ઉત્તરગુણરૂપ ચારિત્ર (૧૩) ધ્યાન (૧૪) તપ (૧૫) દાન (૧૬) વૈયાવચ્ચ (૧૭) સંઘ (૧૮) જ્ઞાન [ =નૂતન સ્વાર્થને અભ્યાસ] (૧૯) શ્રુતજ્ઞાન [=શ્રદ્ધા પ્રચાર આદિ ] (૨૦) શાસન પ્રભાવના–એ વીશ સ્થાનકેની (પદની) આરાધનાથી તીર્થકર નામકર્મ બંધાય છે. અરિહંત આદિ વસ પદને આ સૂત્રમાં જણાવેલા આસવોમાં યથાયોગ્ય સમાવેશ થઈ જાય છે. આ આસ સમુદિત( –બધા ભેગા મળીને) અથવા પ્રત્યેક (–એક એક કે બે, ત્રણ વગેરે પણ તીર્થકર નામકર્મના આવે છે.
આ આસના સેવનની સાથે જ્યારે જગતના સર્વ જીવે પ્રત્યે વિશિષ્ટ પ્રકારની કરુણું જાગે છે ત્યારે તીર્થકર નામ કર્મને નિકાચિત બંધ થાય છે. તીર્થકરના તીર્થકરના ભવથી ત્રીજા ભવે અરિહંત આદિ (વીશ સ્થાનકના ) પદેની આરાધના કરે છે, અને “ અહે! આ આશ્ચર્ય છે
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org