________________
-
-
-
-
-
-
છઠ્ઠો અધ્યાય
૩૬૭ એનું વૈયાવચ્ચ –આર્થિક કે અન્ય કઈ આપત્તિમાં આવેલા શ્રાવકને અનુકૂળતા કરી આપવી. સાધુઓને આહારપાછું આદિનું દાન કરવું. મંદગીમાં ઔષધ આદિથી સેવા કરવી વગેરે.૧
(૧૦) અરિહંત ભક્તિ :–રાગાદિ અઢાર દેથી -રહિત હોય તે અરિહંત. ગુણની સ્તુતિ, વંદન, પુષ્પાદિકથી પૂજા ઈત્યાદિ અરિહંતની ભક્તિ કરવી. (૧૧) આચાર્ય ભક્તિ –પાંચ ઇન્દ્રિયોને જય ઈત્યાદિ ૩૬ ગુણેથી યુક્ત હિય તે આચાર્ય. આચાર્ય પધારે ત્યારે બહુમાન પૂર્વક સામે જવું, વંદન કરવું, પ્રવેશ મહોત્સવ કર વગેરે રીતે આચાર્યની ભક્તિ કરવી. (૧૨) બહુશ્રત ભક્તિ – ઘણું ચુતને-શાને જાણનાર બહુશ્રુત કહેવાય. બહુશ્રુત પાસે વિધિપૂર્વક અભ્યાસ કર,વિનય કર, તેમના બહુશ્રુત પણાની પ્રશંસા-અનુમોદના કરવી વગેરે બહુશ્રુત ભક્તિ છે. (૧૩) પ્રવચન ભક્તિ –પ્રવચન એટલે આગમશાસ્ત્ર વગેરે મૃત. દરરોજ નવા નવા શ્રુતને અભ્યાસ કર, અભ્યસ્ત શ્રુતનું પ્રતિદિન પરાવર્તન કરવું, અન્યને શ્રુત ભણાવવું, શ્રતને પ્રચાર કરે વગેરે અનેક રીતે મૃતભક્તિ થઈ શકે છે.
૧. વૈવાયના વિશેષ વર્ણન માટે જુઓ અ. ૯ સૂત્ર ૨૪
૨. અહીં શ્રી હરિભદ્રસૂરિ મ. ની ટીકામાં બહુશ્રુતને અથ ઉપાધ્યાય કરવામાં આવ્યો છે. જ્યારે શ્રી સિદ્ધસેન ગણિની ટકામાં ઉપાધ્યાય વાચનાચાર્યું હોવાથી “આચાર્યભક્તિ” એ પદથી. આચાર્ય અને ઉપાધ્યાય બંનેનું ગ્રહણ કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org