________________
છઠ્ઠો અધ્યાય
૩૪૭ કે અન્ય કારણથી તેના પ્રત્યે દ્વેષ-ર ભાવ રાખવો. જ્ઞાનનાં સાધનેને જોઈને તેમના પ્રત્યે રુચિ પ્રેમ ન થાય વગેરે.
(૨) નિલય –પિતાની પાસે જ્ઞાન હોવા છતાં કઈ ભણવા આવે તે (કંટાળે, પ્રમાદ આદિના કારણે) હું જાણતા નથી એમ કહીને ન ભણાવવું. જેમની પાસે અભ્યાસ કર્યો હોય તેમને જ્ઞાનગુરુ તરીકે ન માનવા. જ્ઞાનનાં સાધન પોતાની પાસે હોવા છતાં નથી એમ કહેવું વગેરે.
(૩) માત્સર્ય –પિતાની પાસે જ્ઞાન હોય અને અન્ય યોગ્ય વ્યક્તિ ભણવા આવે ત્યારે, આ ભણને મારા સમાન વિદ્વાન થઈ જશે, કે મારાથી પણ આગળ વધી જશે, એમ ઈર્ષાથી તેને જ્ઞાનનું દાન ન કરવું. જ્ઞાની પ્રત્યે ઈર્ષા ધારણ કરવી વગેરે.
(૪) અંતરાય –અન્યને ભણવા વગેરેમાં વિદન ઊભું કરવું. સ્વાધ્યાય ચાલુ હોય ત્યારે નિરર્થક તેને (સ્વાધ્યાય કરનારને) બોલાવ, કામ સેંપવું, તેના સ્વાધ્યાયમાં વિક્ષેપ થાય તેમ છેલવું કે વર્તવું. વ્યાખ્યાન આદિમાં વાતચીત કરવી, ઘંઘાટ કરે. અન્યને વ્યાખ્યાનમાં જતા રોક્યા. જ્ઞાનનાં સાધનો હોવા છતાં ન આપવાં વગેરે.
(૫) આસાદન -જ્ઞાન, જ્ઞાની કે જ્ઞાનનાં સાધને પ્રત્યે અનાદરથી વર્તવું, વિનય, બહુમાન વગેરે ન કરવું, ઉપેક્ષા સેવવી. અવિધિએ ભણવું-ભણાવવું વગેરે.
१ आसादना अधिध्यादिग्रहणादिना, उपघातो मति-- માનદાદાનેન ા (શ્રી હરિભદ્રસૂરિની ટીકા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org