________________
-સ્થાનનું ઉપશાંતમાહ નામ છે. ઉપશાંત-શાંત થઈ ગયે -છે મેહ જેમાં તે ઉપશાંત મેહ. મહિને મારીને નહિ, પણ દબાવીને અગિયારમા ગુણસ્થાને આવે છે. આથી દબાવેલ શત્રુ જેમ બળ મળતાં પુનઃ આક્રમણ કરે છે, તેમ દબાયેલે મેહ ડી જ વારમાં પોતાનું બળ બતાવે છે. આથી આત્મા અગિયારમા ગુણસ્થાનથી પડે છે.
(૧૨) ક્ષીણુમેહ –દશમા ગુણસ્થાને મેહને મારી નાખનાર આત્મા દશમા ગુસ્થાનથી સીધે બારમા ગુણ સ્થાને આવે છે. અહીં મેહની જરાય પજવણી હોતી નથી. આથી જ આ ગુણસ્થાનને ક્ષીણમેહ કહેવામાં આવે છે. - ક્ષીણુ–ક્ષય પામે છે મેહ જેમાં તે ક્ષીણમેહ. આ ગુણ
સ્થાનના અંતે બાકી રહેલા ત્રણ ઘાતી કર્મોને મારી - નાખે છે.
૧. અગિયારમાં ગુણસ્થાનથી પતન કાળક્ષયથી એટલે કે ગુણસ્થાનને કાળ પૂર્ણ થવાથી અને વિક્ષયથી એટલે કે આયુષ્યને - ક્ષય થવાથી એમ બે રીતે થાય છે. (૧) જે કાળક્ષયથી પડે તે ક્રમશ: પડીને સાતમા ગુસ્થાને આવે છે, એટલે કે અગિયારમાથી દશમે, દશમાથી નવમે, નવમાથી આઠમે અને આઠમાથી સાતમે આવે છે. પછી છઠે-સાતમે ચડ-ઉતર કરે કે તેનાથી પણ નીચે ઉતરીને છેક પહેલા ગુણસ્થાને પણ આવે. વધારે નીચે ન આવે તો પણ છ-સાતમા ગુણસ્થાને તે અવશ્ય આવે છે. (૨) હવે જે (ગુણસ્થાનને કાળ પૂર્ણ થયા વિના પણ) ભવક્ષયથી પડે તે દેવલમાં ઉત્પન્ન થવાથી અગિયારમાથી સીધે એથે આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org