________________
સ
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર વેક્ષિત, પ્રમાર્જિત, સહસા અને અનાગ એમ ચાર ભેદો છે. અપ્રત્યેક્ષિત નિક્ષેપ એટલે ભૂમિને દષ્ટિથી જોયા વિના (કે જેમ તેમ જોઈને) વસ્તુ મૂકવી. દુષ્પમાર્જિતનિક્ષેપ એટલે ભૂમિનું જેમ તેમ પ્રમાર્જન કરીને અથવા પ્રમાર્જન કર્યા વિના વસ્તુ મૂકવી. સહસા નિક્ષેપ એટલે અશક્તિ આદિના કારણે સહસા (-એચિંતા કે ઉતાવળથી) અરેબર જોયા વિનાની અને પ્રમાર્જન કર્યા વિનાની ભૂમિ ઉપર વસ્તુ મૂકવી. અનાબેન નિક્ષેપ એટલે વિસ્મૃતિ થવાથી ઉપગના અભાવે ભૂમિને જોયા વિના અને પ્રમાર્યા વિના વસ્તુ મૂક્વી.
અહીં નિક્ષેપ અધિકરણના ચાર ભેદે કારણના ભેદથી છે. કઈ પણ વસ્તુ મૂકવી હોય તે જ્યાં મૂકવી હેય ત્યાં પ્રથમ દષ્ટિથી નિરીક્ષણ કરવું જોઈએ. જેથી વસ્તુ મૂકતાં કેઈ જીવ મરે નહિ. સૂક્ષ્મ જીવે એવા પણ હોય છે કે બરાબર જેવા છતાં દષ્ટિમાં આવે નહિ. આથી આંખોથી બરાબર જોયા પછી પણ રજોહરણ વગેરે જીવરક્ષાના સાધનથી ભૂમિનું પ્રમાર્જન કરવું જોઈએ. જેથી ત્યાં સૂમ જીવ હોય તે દૂર થઈ જાય. એટલે જે જ્યાં વસ્તુ મૂકવી હોય ત્યાં દષ્ટિથી નિરીક્ષણ તથા રજોહરણ આદિથી ભૂમિનું પ્રમાર્જન ન કરવામાં આવે, કરવામાં આવે તે પણ બરાબર ન કરવામાં આવે, તે નિક્ષેપ અધિકરણ બને છે. તેમાં જે દષ્ટિથી બરાબર નિરીક્ષણ ન કરવામાં આવે તે અપ્રત્યવેક્ષિત અને રજોહરણ આદિથી ખરેખર પ્રમાજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org