________________
પાંચમે અધ્યાય
૩૧૭* વિવક્ષાથી જે કાળને દ્રવ્ય કહેવામાં આવે તે વર્તનાદિ પર્યાયે જેમ અજીવના છે, તેમ જીવન પણ છે, એટલે કાળને જીવ અને અજીવ ઉભય સ્વરૂપ કહે જોઈએ.
જ્યારે શાસ્ત્રોમાં કાળને અજીવ સ્વરૂપ કહેવામાં આવ્યું છે. તેનું શું કારણ? ઉત્તર-યદ્યપિ આ નિશ્ચયિક કાળ જીવ અને અજીવ ઉભય સ્વરૂપ છે. પણ જીવ દ્રવ્યથી. અજીવ દ્રવ્યની સંખ્યા અનંતગણી હોવાથી અજીવ દ્રવ્યની બહુલતાને આશ્રયીને કાળને સામાન્યથી અજીવ તરીકે ઓળખાવવામાં આવે છે. [૩૯]
ગુણનું લક્ષણद्रव्याश्रया निर्गुणा गुणाः ॥५-४०॥
જે દ્રવ્યમાં સદા રહે અને સ્વયં) ગુણેથી રહિત હોય તે ગુણ.
- યદ્યપિ પર્યાયે પણ દ્રવ્યમાં રહે છે, અને ગુણથી રહિત હોય છે, છતાં તે દ્રવ્યમાં સદા રહેતા નથી. જ્યારે ગુણે સદા રહે છે. અસ્તિત્વ, જ્ઞાન, દર્શન વગેરે જીવના ગુણે છે. અસ્તિત્વ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે પુગલના ગુણે છે. ઘટજ્ઞાન વગેરે જીવના પર્યાયે છે. શુકલ રૂપ વગેરે પુદ્ગલના પર્યાયે છે.
પ્રમાણુનય તાલેક ગ્રંથમાં ગુણોનું અને પર્યાનું લક્ષણ નીચે મુજબ છે. સમાવિનો ગુણ = દ્રવ્યના સહભાવી (= સદા દ્રવ્યની સાથે રહેનારા) ધર્મોને ગુણ કહેવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org