________________
(૫) દેશવિરતિ – (૬) સર્વવિરતિ પ્રમત્ત – પહેલાં આપણે વિચારી ગયા છીએ કે દર્શનમેહ અને ચારિત્રમેહ જેમ જેમ નિર્બળ બને તેમ તેમ આત્મા વિકાસ સાધતે ઉપરના ગુણસ્થાને ચઢે છે. તથા એ પણ વિચારી ગયા કે દર્શનમોહને (મારીને કે) નિર્બળ બનાવીને ચોથા અણુસ્થાને આવે છે. ચેથા ગુણસ્થાનકથી આગળ વધવા ચારિત્રહને નિર્બળ બનાવવાની જરૂર પડે છે. ચારિત્રમાં નિર્બળ બનતાં હિંસાદિ પાપથી નિવૃત્તિ કરી શકાય છે. ચારિત્રમોહ દેશથી(–થોડા પ્રમાણમાં) નિર્બળ બને છે ત્યારે દેશથી (થોડા પ્રમાણમાં) હિંસાદિ પાપોથી નિવૃત્તિ થાય છે. ચારિત્રહ સર્વથા નિર્બળ બને છે ત્યારે સર્વથા પાપથી નિવૃત્તિ થાય છે. દેશથી –થોડા પ્રમાણમાં હિંસાદિ પાપોથી નિવૃત્તિ તે દેશવિરત. સર્વથા હિંસાદિ પાપથી નિવૃત્તિ તે સર્વવિરતિ. દેશવિરતિ ગુણસ્થાને રહેલા જીવોને હિંસાદિ પાપથી આંશિક નિવૃત્તિ હોય છે. સર્વવિરતિ ગુણસ્થાને રહેલા જીવોને હિંસાદિ પાપથી સર્વથા નિવૃત્તિ હોય છે.ચોથા ગુણસ્થાને રહેલા છવામાં હિંસાદિ પાપથી નિવૃત્તિ આંશિક પણ ન હોય. ચેાથા–પાંચમા ગુણસ્થાને રહેલા જીવો સંસાર લાગી ન હોય. છઠ્ઠા ગુણસ્થાને પહેલા સંસારત્યાગી હોય છે. અર્થાત્ ગૃહસ્થ વધારેમાં વધારે પાંચમાં ગુણસ્થાનક સુધી આવી શકે છે. સંસારત્યાગી સાધુ છઠ્ઠા ગુણસ્થાને સાવીને આગળ પણ વધી શકે છે. છઠ્ઠા ગુરુસ્થાને પ્રમાદ હોવાથી તેનું “સર્વવિરતિ પ્રમત્ત” એવું નામ છે. તેનું
૧. અપ્રત્યાખ્યાન કષાયને ક્ષયોપશમ થાય છે ત્યારે. ૨. પ્રત્યાખ્યાનાવરણીય કષાયોને ક્ષયે પશમ થાય છે ત્યારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org