________________
૩૫
ગુણસ્થાનક છે. જેમ જેણે કરી? એવો શબ્દ પણ સાંભળે નથી તે જીવમાં કેરીના પુષ્ટિ, મધુરતા, પાચકતા વગેરે ગુણે સંબંધી સાચી માન્યતા હતી નથી, તેમ એટી માન્યતા પણ હેતી નથી, તેમ મિશ્ર ગુણસ્થાને રહેલા જીવમાં શુદ્ધ અને અશુદ્ધ એ બેમાંથી એક પણ માન્યતા રહેતી નથી.
પ્રઃ-ગુણસ્થાનના વર્ણનમાં પહેલા ગુણસ્થાન પછી બીજા-ત્રીજા ગુણસ્થાનનું વર્ણન કર્યા વિના ચેથા ગુણસ્થાનનું વર્ણન કર્યું, પછી બીજા-ત્રીજા ગુણસ્થાનનું વર્ણન કર્યું. આવું શું કારણ? ઉત્તર-જીવ જ્યારે સૌથી પહેલી વાર પહેલા ગુણસ્થાનથી આગળ વધે છે ત્યારે સીધે ચેાથો ગુણસ્થાને આવે છે. ચોથા ગુણથાનથી પતન પામે ત્યારે જ બીજા ગુણસ્થાને આવે છે. બીજું ગુણસ્થાન પતન પામનારને જ હોય છે. ચઢતા જીવને બીજું ગુણસ્થાન મે હેય. ત્રીજું ગુણસ્થાન ચઢતા-પડતા બંને પ્રકારના જીવોને હેય છે. અર્થાત્ પહેલા ગુણસ્થાનથી ત્રીજા ગુણસ્થાને આવે અને ચેથા ગુણસ્થાનેથી પણ ત્રીજા ગુણસ્થાને આવે. પણ એકવાર ચોથું ગુણસ્થાન પ્રાપ્ત થયા પછી જ ત્રીજું ગુણ સ્થાન આવે. આમ, બીજું અને ત્રીજું એ બે ગુણસ્થાન એક વાર ચિોથું ગુણસ્થાન પ્રાપ્ત થયા પછી જ પ્રાપ્ત થતાં હોવાથી અહીં ચેથા ગુણસ્થાન પછી એ એનું વર્ણન કર્યું છે.
૧. અહીં અનંતાનુબંધી કષાયોને ઉદય ન હોય, પણ મિશ મેહનીય કમને ઉદય હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org