________________
ક
શ્રી તત્ત્વાથધિગમ સૂત્ર અનિત્ય પણ છે એમ સમજાવે, તે કહેવું પડે કે, કેમ વિના (એકી સાથે) આત્મા નિત્ય પણ છે અનિત્ય પણ છે એમ નહિ સમજાવી શકાય. કારણ કે જગતમાં એ એક પણ શબ્દ નથી કે જેનાથી નિત્યતા અને અનિત્યતા એ બંને “ધને યુગપત્ બેધ થાય. આથી ક્રમશઃ નિત્ય અને અનિત્ય એ બે શબ્દ વાપરવા જ પડે છે. એટલે આત્મા નિત્ય રૂપે અને અનિત્યરૂપે એકી સાથે કહી શકાય તેમ નથી. આને અર્થ એ છે કે અપેક્ષાએ [ નિત્ય અને અનિત્ય એ ઉભય સ્વરૂપે એકી સાથે ઓળખાવવાની અપેક્ષાએ ] આત્મા અવક્તવ્ય જ છે.” આમ ચેાથું વાક્ય (૪) આત્મા અપેક્ષાએ અવક્તવ્ય જ છે, એવું બને છે. દરેક વાક્યમાં જકારને અર્થ પૂર્વે કહ્યા મુજબ જ છે.
આ ચાર વાક્યોમાં પ્રથમનાં બે વાક્યો મુખ્ય છે. પ્રથમનાં બે વાકયોના અર્થને સુદઢ રીતે સમજાવવા ત્રીજું વાકય છે. ત્રીજા વાચને અર્થ એકી સાથે ન કહી શકાય, એ સમજાવવા ચોથું વાકય છે. આ ચાર વાક્યોના મિશ્ર ણથી અન્ય ત્રણ વાક્યો બને છે. નિત્ય પદ તથા અવક્તવ્યપદથી પાંચમુ, અનિત્યપદ અને અવક્તવ્યપદથી છઠું, નિત્યપદ, અનિત્યપદ અને અવક્તવ્યપદ એ ત્રણ પદેથી સાતમું વાક્ય બને છે. તે આ પ્રમાણે (૫) “ આત્મા અપેક્ષાએ નિત્ય જ છે, અપેક્ષાએ અવક્તવ્ય જ છે.” એમ પાંચમું વાક્ય છે. આને અર્થ એ છે કે, અપેક્ષાએ આત્મા નિત્ય જ છે, તથા જેમ આત્મા અપેક્ષાએ નિત્ય જ છે, તેમ અપેક્ષાએ અનિત્ય જ છે, પણ તે બંનેને એકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org