________________
પાંચમે અધ્યાય
૨૮૧
તે બંનેની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે હવે પછીના બે સૂત્રથી જણાવે છે. ]
સ્કંધની ઉત્પત્તિનાં કારણે - સંપાત મેગ્ય ઉત્પાજો છે -૨૬ સંઘાત, ભેદ અને સંઘાત-ભેદ એ ત્રણ કારણેમાંથી કેઈ પણ એક કારણથી સ્કંધની ઉત્પત્તિ થાય છે.
(૧) સંઘાત એટલે જોડાવું=ભેગું થવું. બે અણુના સંઘાતથી પરસ્પર જોડાવાથી કયણુક [ = બે અણુને] સ્કંધ ઉત્પન્ન થાય છે. બે અણુમાં એક અણુ એડવાથી યણુક [= ત્રણ અણુને] સ્કંધ ઉત્પન્ન થાય છે. ત્રણ અણુમાં એક અણુ જોડવાથી ચતુરણુક [= ચાર આણુને] સ્કંધ ઉત્પન્ન થાય છે. એમ સંખ્યાત, અસંખ્યાત અને અનંત અણુના સંઘાતથી ક્રમશઃ સંખ્યાતાથુક, અસંખ્યાતણુક અને અનંતાણુક સ્કંધ ઉત્પન્ન થાય છે.
અહીં ક્રમશઃ એક એક અણુ જોડાય એ નિયમ નથી. દ્રવ્ય સ્કંધમાં એકી સાથે બે વગેરે આણુઓ જોડાય તે ક્યણુક સ્કંધ બન્યા વિના સીધે ચતુરણુક વગેરે સ્કંધ ઉત્પન્ન થાય છે. તેવી રીતે છૂટા છૂટા ત્રણ કે ચાર વગેરે પરમાઅણુઓ એકી સાથે જોડાય તે દ્વયાક બન્યા વિના સીધે જ
ચણુક કે ચતુરણુક વગેરે સ્કંધ ઉત્પન્ન થાય છે. કોઈ વાર છૂટા છૂટા સંખ્યાતા પરમાણુઓ એકીસાથે જોડાવાથી દ્વયાશુકાદિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org