________________
૨૭૨
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર (૪) શુષિર –પવન પૂરવાથી વાંસળી, પા વગેરે દ્વારા ઉત્પન્ન થતા શબ્દો.
(૫) સંઘર્ષ –લાકડા વગેરેના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થતે વનિ.
(૬) ભાષા :-જીવના મુખના પ્રયત્નથી ઉત્પન્ન થતા શબ્દો. ભાષા બે પ્રકારની છે. વ્યક્ત અને અવ્યક્ત. બેઇદ્રિય આદિ જાની ભાષા અવ્યક્ત છે. મનુષ્ય આદિની ભાષા વ્યક્ત છે. વર્ણ, પદ અને વાક્ય સ્વરૂપ ભાષા વ્યક્ત ભાષા છે. ક, ખ, ગ વગેરે વણે છે. વિભક્તિ યુક્ત વર્ણોને સમુદાય પદ છે. પદોને સમુદાય વાક્ય છે.
પ્રશ્ન –શબ્દનું જ્ઞાન ક્ષેત્રેદ્રિયથી થાય છે. આથી શ્રેત્રેન્દ્રિય વિનાના પ્રાણીઓ શબ્દને સાંભળી ન શકે. તે પછી ખેતરમાં લીલી વનસ્પતિ આદિ ઉપર બેઠેલાં તીડે ઢોલના અવાજથી ઉડી જાય છે તેનું શું કારણ? તીડ ચઉરિંદ્રિય પ્રાણું હોવાથી શ્રેત્રેન્દ્રિય રહિત હોય છે. ઉત્તર-તીડે ઢેલના અવાજને સાંભળતા નથી. પણ શબ્દ યુગલ રૂપ છે. ઢેલથી ઉત્પન્ન થતા અવાજના પુદ્ગલે ચારે બાજુ ફેલાય છે. ફેલાયેલા શબ્દના પગલેની તીડોના શરીર ઉપર પ્રહાર રૂપે અસર થાય છે. શબ્દના પગલેને પ્રહાર સહન ન થવાથી તીડે ઊડી જાય છે. જેમ શબ્દના પુદ્ગલની પ્રહાર આદિથી પ્રતિકૂળ અસર થાય છે તેમ સંગીત આદિ દ્વારા અનુકૂળ અસર પણ થાય છે. આથી જ અમુક અમુક વનસ્પતિઓ-વૃક્ષે વગેરેને સંગીતના પ્રયોગથી, જલદી અને વધારે વિકસિત કરી શકાય છે. ગાયને દેહતી. વખતે સંગીત સંભળાવવાથી ગાયે વધારે દૂધ આપે છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org