________________
૨૫૪
શ્રી તવાધિગમ સૂત્ર રૂપે પરિણમીને એકાદિ પ્રદેશમાં રહેવાને સ્વભાવ છે, અને આકાશને તે પ્રમાણે અવગાહ આપવાને સ્વભાવ છે. [૧૪]
પુદ્ગલની જેમ જીવે પણ વ્યક્તિ રૂપે અનેક છે, - તથા દરેક જીવના અવગાહ ક્ષેત્રનું પ્રમાણ ભિન્ન ભિન્ન હોય છે. જીવદ્રવ્યના અવગાહ ક્ષેત્રનું પ્રમાણ ઓછામાં ઓછું અંગુલને અસંખ્યાતમે ભાગ અને વધારેમાં વધારે સંપૂર્ણ લેક છે. કોઈ જીવ [ અંગુલના ] એક અસંખ્યાતમા ભાગમાં રહે છે, કોઈ જીવ બે અસંખ્યાતમા ભાગમાં રહે છે, કઈ જીવ ત્રણ અસંખ્યાતમાં ભાગમાં રહે છે, એમ યાવત્ કઈ જીવ ક્યારેક સંપૂર્ણ લકમાં રહે છે. જયારે કેવળી ભગવંત સમુદ્દઘાત કરે છે ત્યારે તેના આત્મપ્રદેશે સંપૂર્ણ લેકવ્યાપી બને છે. સમુદ્દઘાત વખતે જ જીવ સંપૂર્ણ લેકમાં વ્યાપીને રહે છે. બાકીના સમયમાં તે પિતાના શરીર પ્રમાણ આકાશ પ્રદેશમાં રડે છે. જેમ જેમ શરીર મેટું તેમ તેમ અધિક અધિક આકાશ પ્રદેશમાં રહે છે. જેમ જેમ શરીર નાનું તેમ તેમ ઓછા ઓછા આકાશ પ્રદેશેમાં રહે છે.
જેમ સમકાળે દરેક જીવના અવગાહ ક્ષેત્રનું પ્રમાણ ભિન્ન ભિન્ન હોય છે તેમ ભિન્ન ભિન્ન કાળની અપેક્ષાએ
એક જ જીવના અવગાહ ક્ષેત્રનું પ્રમાણુ ભિન્ન ભિન્ન હોય છે. - હાથીના ભવને પામેલા જીવ હાથી પ્રમાણ શરીરમાં રહે
છે. એ જ જીવ કીડીના ભવને પામે તે કીડીપ્રમાણ શરીરમાં - રહે છે. એ જ જીવ પુનઃ અન્ય ભાગમાં અન્ય ભવના શરી-૨માં રહે છે. [૧૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org