________________
- ૨૫૨.
શ્રી તસ્વાર્થી ધિગમ સૂત્ર કે જ્યાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ન હોય. આથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાકાશ એ ત્રણેના પ્રદેશ સમાન છે. જેટલા પ્રદેશ ધર્માસ્તિકાયના છે તેટલા પ્રદેશ અધર્માસ્તિકાયના છે અને તેટલા જ કાકાશના છે[૧૩]
પુદ્ગલ દ્રવ્ય વ્યક્તિરૂપે અનેક છે. દરેક પુદ્ગલ દ્રવ્યના અવગાહક્ષેત્રનું (સ્થિતિક્ષેત્રનું) પ્રમાણુ ભિન્ન ભિન્ન હોય છે. કેઈ પુદ્ગલ દ્રવ્ય (કાકાશના) એક પ્રદેશમાં, કેઈ પુદ્ગલદ્રવ્ય બે પ્રદેશમાં, કેઈ પુદ્ગલદ્રવ્ય ત્રણ પ્રદેશમાં, યાવત્ કઈ પુદ્ગલદ્રવ્ય અસંખ્ય પ્રદેશમાં રહે છે. જેમકે-પરમાણુ એક પ્રદેશમાં જ રહે છે. યશુક [બે પરમાણુઓને સ્કંધ] એક પ્રદેશમાં કે બે પ્રદેશમાં રહે છે. ત્રયણુક [ ત્રણ પરમાણુઓને સ્કંધ ] એક, બે કે ત્રણ પ્રદેશમાં રહે છે. સંખ્યાત પ્રદેશવાળા છે એક, બે, ત્રણ, યાવત્ સંખ્યાત પ્રદેશમાં રહી શકે છે. અસંખ્ય પ્રદેશવાળા ક એક, બે, ત્રણ, ચાવત્ અસંખ્યાત પ્રદેશમાં રહી શકે છે. અનંત પ્રદેશવાળ સ્કછે એક, બે, ત્રણ, યાવત્ સંખ્યાત કે અસંખ્યાત પ્રદેશમાં રહી શકે છે.
જેમ પુદ્ગલ દ્રવ્ય વ્યક્તિરૂપે અનેક હોવાથી પ્રત્યેક દ્રવ્યના અવગાહક્ષેત્રનું પ્રમાણ ભિન્ન ભિન્ન હોય છે, તેમ પુદ્ગલદ્રવ્યના પરિણમનમાં વિવિધતા (-વિચિત્રતા) હેવાથી એક જ પુદ્ગલ દ્રવ્યના અવગાહ-ક્ષેત્રનું પ્રમાણ પણ ભિન્ન ભિન્ન કાળની અપેક્ષાએ ભિન્ન ભિન્ન હોય છે. વિવક્ષિત સમયે એક પ્રદેશમાં રહેલ અનંતપ્રદેશી ઢંધ કાળાંતરે બે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org