________________
૨૪૬
શ્રી તત્ત્વાર્થાધિગમ સુત્ર
એક એક જ છે. ધર્માસ્તિકાય આદિના સંધ આદિ ભેદો બુદ્ધિની કલ્પનાથી ભિન્ન ભિન્ન અપેક્ષાએ એક જ દ્રવ્યના છે. તે ભેદો મૂળ દ્રવ્યથી જુદા કરી શકાતા જ નથી. જ્યારે જીવ દ્રવ્ય અનેક વ્યક્તિરૂપે અનંત છે. તે જ પ્રમાણે. પુદ્ગલ દ્રવ્ય પણ અનંત છે. [૫]
આકાશાદિ દ્રન્યામાં નિષ્ક્રિયતા—નિષ્ક્રિયાળિ ચાદ્દા
આકાશ સુધીના દ્રશ્યેા નિષ્ક્રિય-ક્રિયારહિત છે. અહી' સામાન્ય ક્રિયાના નિષેધ નથી, કિન્તુ ગતિ રૂપ વિશેષ ક્રિયાના નિષેધ છે. જેમ જીવે અને પુદ્ગલે એક સ્થળેથી અન્ય સ્થળે ગમનાગમન કરે છેતેમ ધર્માસ્તિકાય આદિ ત્રણ દ્રવ્યે કરતા નથી. આથી ધર્માસ્તિકાય આદિ ત્રણમાં ગમનાગમન રૂપ ક્રિયાના અભાવ હોય છે. પણુ ઉત્પાદ-વ્યય રૂપ ક્રિયા તે આ ત્રણમાં પણ હૈાય છે. કારણ કે જૈનદન વસ્તુમાત્રમાં પર્યાયેની અપેક્ષાએ ઉત્પાદ-વ્યયને માને છે. [૬] ધમ-અધમ દ્રવ્યામાં પ્રદેશાનુ' પરિમાણ---
असंख्येयाः प्रदेश धर्माधर्मयोः ॥५- ७॥
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય પ્રત્યેના અસંખ્યાતા પ્રદેશ છે.
વસ્તુ સાથે પ્રતિબદ્ધ નિવિભાજ્ય સૂક્ષ્મ અશ પ્રદેશ દેવાય છે. આવા પ્રદેશા ધર્માસ્તિકાયના અને અધર્માસ્તિકાયના અસખ્યાતા અસંખ્યાતા છે. [૭]
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only