________________
માથા અધ્યાય
૨૧૯
નથી. (૩) સાતવેદનીય કર્મના ઉદયથી બાહ્ય વિષયમાં ઈષ્ટ અનુભવ રૂપ સુખ ઉપર ઉપરના દેવેને અધિક હોય છે. (૪) ઇતિ એટલે દેહ, વસ્ત્ર, આભૂષણ વગેરેની કાંતિ. (૫) લેશ્યાનું નિરૂપણ આગળ આવશે. પણ અહીં એટલું ધ્યાન રાખવું જરૂરી છે કે-જે દેવેમાં સમાન વેશ્યા છે, તેમાં પણ ઉપર ઉપરના દેવેને અધિક અધિક વિશુદ્ધિ હોય છે.
(૬) ઉપર ઉપર ચક્ષુ આદિ ઈંદ્રિયે અધિક પટુ હોવાથી ઇદ્રિય વિષય અધિક છે. ઉપર ઉપરના દે. અધિક દૂર આંખ દ્વારા જોઈ શકે છે. એમ અન્ય ઈદ્રિયો વિશે પણ જાણવું. (૭) ઉપર ઉપરના દેવેને અવધિજ્ઞાન વિશુદ્ધ અને વિશેષ વિશેષ હોય છે. સૌધર્મ–ઈશાન કલ્પના દે નીચે રત્નપ્રભા પૃથ્વીના અંત સુધી, ઉપર પિતાના વિમાનની ધજા સુધી, તિર્યમ્ અસંખ્ય જન સુધી અવધિજ્ઞાનથી જઈ શકે છે. સનકુમાર મહેંદ્રના દેવ નીચે શર્કરામભા પૃથ્વીના અંત સુધી, ઉપર પોતાના વિમાનની ધજા સુધી, તિથ્થુ અસંખ્ય યોજન સુધી અવધિજ્ઞાનથી જોઈ શકે છે. એમ ક્રમશઃ વધતાં અનુત્તરદેવે સંપૂર્ણ લેકનાડીને જોઈ શકે છે. જે દેશમાં ક્ષેત્રથી અવધિજ્ઞાનને વિષય સમાન છે તે દેવામાં પણ ઉપર ઉપરના પ્રસ્તર અને વિમાનની અપેક્ષાએ અધિક અધિક અવધિજ્ઞાન હોય છે. એ જ પ્રમાણે અવધિજ્ઞાનની વિશુદ્ધિ પણ ઉપર ઉપર: અધિક હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org