________________
૨૦૨
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર દેવીઓ ઉપરના દેવલોકના દેવના સંકલ્પ માત્રથી તે દેવની પાસે ઉપસ્થિત થાય છે અને તેની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. - આમ નીચે નીચેના દેવોને કામવાસના વધારે વધારે હોય છે. એથી તેને શાંત કરવા અધિક પ્રયત્ન તથા સામગ્રીની જરૂર પડે છે. જ્યારે ઉપર ઉપરના દેવોને કામવાસના અ૫ અ૫ હોય છે. આથી તેની શાંતિ અ૫ પ્રયત્નથી થઈ જાય છે. [૯]
મૈથુનસેવનને અભાવ
જે ગમવીવાના છે ૪–૨૦ || પછીના–૧૨મા દેવેલેકથી ઉપરના દેવામાં મૈથુન સેવનને અભાવ છે.
૧રમા દેવલોક પછી નવગ્રેવેયક અને પાંચ અનુત્તર દે વસે છે. તેઓ મૈથુનસેવન કરતા નથી. મૈથુનસેવન એ વેદના ઉદયથી જાગેલી કામવાસનાના ક્ષણિક પ્રતિકાર રૂપ છે. નવગ્રેવેયક અને પાંચ અનુત્તર વિમાનવાસી દેવોને તેવી કામવાસના જાગતી નહિ હોવાથી તેને ક્ષણિક પ્રતિકાર કરવાની જરૂર રહેતી નથી. આથી તેઓ મૈથુનસેવન વિના પણ અત્યંત સુખ–આનંદનો અનુભવ કરે છે.
આ હકીકત આપણને ઘણે બોધ આપે છે. સંસારનું સર્વ પ્રકારનું સુખ વાસનાના પ્રતીકાર રૂપ જ છે, તે પણ ક્ષણિક-ડા ટાઈમ માટે જ છે. સમય જતાં પુનઃ વધારે પ્રબળ વાસના જાગે છે. પુનઃ તેને પ્રતિકાર કરવો પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org