________________
ચેાથે અધ્યાય
૨૦
પાંચમા-છઠ્ઠા દેવલોકના દે રૂપથી મૈથુનસેવન કરે છે. સાતમા-આઠમા દેવલોકના ૮ શબ્દથી મેથુનસેવન કરે છે. નવમાથી બારમા દેવલોક સુધીના દેવે મનથી મેથુનસેવન કરે છે.
ત્રીજા-ચોથા દેવલોકના દેવોને જ્યારે કામવાસના જાગે છે ત્યારે તેઓ દેવીઓના વિવિધ અંગેને સ્પર્શ કરે છે. આથી તેમની કામવાસના શાંત થઈ જાય છે. પાંચમા-છઠ્ઠા દેવલોકના દેવોની કામવાસના દેવીનું રૂપ, વસ્ત્ર–અલંકારોને શણગાર, વિવિધ અંગોપાંગ વગેરે જેવાથી શાંત થઈ જાય છે. સાતમા-આઠમા દેવલોકના દેવ દેવીઓના મધુર સંગીત, મૃદુ હાસ્ય, અલંકારેને વનિ વગેરેના શ્રવણથી કામવાસનાનું શમન કરે છે. થી ૧૨ મા દેવલોક સુધીના દે દેવીઓને માત્ર મનથી સંકલ્પ કરીને કામવાસનાને શાંત કરે છે.
અહીં એટલે ખ્યાલ રાખવાને છે કે દેવીઓને જન્મ ઈશાન દેવલોક સુધી જ છે. પછીના દેવલોકમાં જન્મથી દેવીઓ નથી હોતી, કિન્તુ તે તે દેવલોકના દેવોના સંક૯પમાત્રથી તેવા તેવા પ્રકારની મૈથુનસેવનના સુખની ઈચ્છા જાણીને દૈવી શક્તિથી સ્વયંમેવ દેવીએ તે તે દેવલોકના તે તે દેવો પાસે જાય છે, અને તેમની ઈચ્છાને પૂર્ણ કરે છે. સૌધર્મ અને ઈશાનમાં બે પ્રકારની દેવીઓ છે. પરિગ્રહીતા અને અપરિગૃહીતા. તે તે દેવની પત્ની તરીકે રહેલી દેવીએ પરિગ્રહીતા અને સર્વ સામાન્ય-દરેક દેવના ઉપગમાં આવતી વેશ્યા જેવી દેવીઓ અપરિગ્રહીતા છે. અપરિગ્રહીતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org