________________
ત્રીજો અધ્યાય
૧૭૭ તળે છેતાલુકા જાતિના પરમાધામીએ નારકેને ભઠ્ઠીની રેતીથી અનંતગણ તપેલી કદંબવાલુકા નામની પૃથ્વીમાં તડતડ ફૂટતા ચણાની જેમ શેકી નાખે છે. વૈતરણ જાતિના પરમાધામીઓ વૈતરણી નદી વિકુને તેમાં નારકને ચલાવે છે. આ નદીમાં ઉકળતા લાક્ષારસને ધોધમાર પ્રવાહ વહેતે હોય છે. તેમાં ચરબી, પરુ, લેહી, વાળ અને હાડકાં તણાતાં હોય છે... અત્યંત તપી ગયેલી લેઢાની નાવમાં બેસાડે છે. ખરસ્વર જાતિના પરમાધામીઓ કઠેર શબ્દના પ્રલાપ કરતા દોડી આવે છે.નારકો પાસે કુહાડાઓથી પરસ્પર શરીરની ચામડી લાવરાવે છે. જાતે પણ નિદયપણે કરવતે વડે શરી૨ના મધ્યભાગને લાકડાની જેમ ફાડે છે. વિકરાળ અને વાના તીવણ કાંટાઓથી ભરપૂર ભયંકર મોટા શામલિ વૃક્ષે ઉપર ચડાવે છે. મહાઘોષ જાતિના પરમાધામીએ નારકોને ગગનભેદી શબ્દથી ભયભીત બનાવી દે છે. ભયથી નાશભાગ કરતા નારકને પકડીને વધસ્થાનમાં રેકીને અનેક પ્રકારની કદના પમાડે છે.
અરે ! આ પ્રમાણે પરમાધામીઓ નારકેને પછાડે, કાપી નાંખે, તળી નાખે, છિન્નભિન્ન કરી નાખે, બાળી નાખે, શેકી નાખે, ઓગાળી નાખે, છતાં તેમનું શરીર પાપના ઉદયથી પારાના રસની જેમ તે જ પ્રમાણે મળી જાય. બિચારા નારકો મોતને ઈચ્છતા હોવા છતાં (આયુષ્યની સમાપ્તિ વિના) મરતા જ નથી. [૫].
* નરક દુઃખોનું વિશેષ વર્ણન સ્થાનાંગ સત્ર, ભવભાવના વગેરે ગ્રંથમાં છે.
- ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org