________________
-૧૫૬
શ્રી તરવાર્થાધિગમ સૂત્ર શરીરની પ્રાપ્તિ થાય છે. શરીર સાથે લિંગ પણ પ્રાપ્ત થાય છે. આથી જન્મ સંબંધી હકીકત જણાવ્યા બાદ શરીર અને લિંગ સંબંધી હકીક્ત પણ જણાવી દીધી. પૂર્વભવના આયુષ્યની સમાપ્તિ વિના જન્મ ન થાય. પૂર્વભવના આયુષ્યની સમાપ્તિ આયુષ્યની પૂર્ણ સ્થિતિ જોગવીને જ થાય કે પૂર્ણ સ્થિતિ ભેગવ્યા વિના પણ થાય એ પ્રશ્નનું સમાધાન પ્રસ્તુત સૂત્રમાં કરવામાં આવ્યું છે.
આયુષ્યના બે ભેદ છે –અપવર્ય અને અનપવર્ય. ઉપક્રમથી જે આયુષ્યની અપવર્તન થઈ શકે તે અપવર્ય. ઉપક્રમ એટલે અપવર્તનાનું નિમિત્ત. અપવર્તન એટલે આયુષ્યની સ્થિતિને હાસ. જે આયુષ્યની સ્થિતિને હાસ થઈ શકે તે આયુષ્ય અપવર્ય કે અપવર્તનીય કહેવાય છે.
ઉપકમના અત્યંતર અને બાહ્ય એ બે ભેદ છે. તેમાં અધ્યવસાન અત્યંતર ઉપક્રમ છે. નિમિત્ત, આહાર, વેદના, પરાઘાત, સ્પર્શ, શ્વાસોશ્વાસ એ છ બાહ્ય ઉપકમ છે. અધ્યવસાનના રાગ, સ્નેહ અને ભય એ ત્રણ ભેદ છે. નિમિત્ત –વિષ, શસ્ત્ર, સર્પદંશ, અગ્નિ, વીજળી, ક્ષુધા, તૃષા, ઠંડી, ગરમી વગેરે. આહાર:–અધિક આહાર, કુપથ્ય આહાર વગેરે. વેદના -મસ્તકશૂળ વગેરે. પરાઘાત :– પડી જવું વગેરે. સ્પશર –ઝેરી જંતુ, વિષકન્યા, ઝેરી સર્ષ આદિને સ્પર્શ. શ્વાસે શ્વાસદમ આદિના કારણે શ્વાસોશ્વાસ જેસબંધ ચાલે અથવા ગભરામણ આદિથી શ્વાસોશ્વાસ અટકી જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org