________________
૧૪૮
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર શરીર હોવાથી દારિક શરીરને સંબંધ પણ અનાદિથી છે. પણ અહીં અનાદિ સંબંધને અર્થ માત્ર અનાદિ સંબંધ રૂપ નથી, કિંતુ અનાદિથી સંબંધ હોવા સાથે. નિત્ય સંબંધ પણ જોઈએ. અર્થાત્ જીવ સંસારમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી તેને જરા પણ વિગ ન થાય–સદા. રહે એ અર્થ છે. આ અર્થ પ્રમાણે ઔદારિક શરીર અનાદિ સંબંધવાળું નથી. કારણકે જીવ જ્યારે મૃત્યુ પામી અન્ય સ્થળે ઉત્પન્ન થાય છે ત્યારે અંતરાલગતિમાં ઔદારિક શરીરને વિગ થાય છે. જ્યારે તેજસ-કાશ્મણ શરીર તે. અંતરાલ ગતિમાં પણ હોય છે. આ બે શરીરને વિયેગા મેક્ષ થાય, ત્યારે જ થાય છે. [૨]
- તેજસ અને કામણ શરીર સંસારી સવ અને સદા હૈય છે. ઔદારિક વગેરે અન્ય શરીર સંસારી કઈ જીવને હેય કોઈ જીવને ન પણ હોય. [૩]
એક જીવમાં એકી સાથે સંભવતા શરીર – तदादीनि भाज्यानि युगपदेकस्मिन्नाचतुर्यः ॥२-४४॥
એક જીવને એકી સાથે બેથી ચાર શરીર હોઇ શકે છે. ' અર્થાત્ ઓછામાં ઓછા બે અને વધારેમાં વધારે ચાર શરીર હોઈ શકે છે. પાંચ શરીર એકી સાથે કદી ન સંભવે. જ્યારે બે શરીર હોય ત્યારે તેજસ અને કાણુ, ત્રણ શરીર હોય ત્યારે તૈજસ, કામણ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org