________________
૧૩૮
શ્રી તત્વાર્થાધિગમ સત્ર સંમૂન, ગર્ભ અને ઉપપાત એમ ત્રણ પ્રકારે જન્મ છે.
આ ત્રણ પ્રકારમાંથી કેઈ એક પ્રકારે જન્મ થાય છે. ઉત્પત્તિ ક્ષેત્રમાં આવીને નવીન ભવના સ્થૂલ દેહને યોગ્ય પુદ્ગલેનું સર્વ પ્રથમ ગ્રહણ તે જન્મ. સંપૂઈન જન્મ એટલે સ્ત્રી-પુરૂષના સંબંધ વિના નવીન ઔદારિક શરીરને યોગ્ય પુદ્ગલેનું સર્વ પ્રથમ ગ્રહણ. ગર્ભજન્મ એટલે સ્ત્રીપુરૂષના સંગથી ઉત્પન્ન થયેલા શુક્ર-શેણિતના પુદ્ગલેનું સર્વ પ્રથમ ગ્રહણ. ઉત્પત્તિસ્થાનમાં રહેલા વૈકિય પુગેલેનું સર્વપ્રથમ ગ્રહણ તે ઉપપાત જન્મ. જન્મના આ ત્રણ ભેદ જન્મસ્થાનના ભેદની અપેક્ષાએ છે. [૩૨].
ચેનિના ભેદે सचित्त-शीत-संवृत्ताः सेतरा मिश्राश्चैकशः
ત નવર | ૨-૨ રૂ જીની યોનિઓ સચિત્ત, અચિત્ત અને મિશ્રસચિરાચિત્ત એમ ત્રણ પ્રકારે, તથા શીત, ઉષ્ણુ અને મિશ્ર–શીતોષ્ણ એમ ત્રણ પ્રકારે, તથા સંવૃત્ત, અસંવૃત્ત અને મિશ્ર–સંવૃત્તાસંવૃત્ત એમ ત્રણ પ્રકારે હોય છે.
ચેનિ એટલે ઉત્પત્તિસ્થાન. જ્યાં જીવે ઉત્પન્ન થાય તે સ્થાનને નિ કહેવામાં આવે છે. અર્થાત્ જન્મનું સ્થાન તે યુનિ. જે નિ સજીવ હોય તે સચિત્ત, જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org