________________
૧૧૮
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર જ્ઞાનશક્તિને લાભ તે લબ્ધિ. ઉપગ એટલે વ્યાપાર. જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી મળેલી જ્ઞાનશક્તિને વ્યાપાર તે ઉપગ.
આ વિષયને દષ્ટાંતથી વિચારીએ. કેઈને ૫૦ લાખની મૂડી મળી છે, તેમાંથી ૪૦ લાખની મૂડીને તે વેપારમાં રેકે છે. અહીં ૫૦ લાખ મળ્યા તે લબ્ધિ છે અને ૪૦ લાખને વ્યાપાર તે ઉપગ. તેમ પ્રસ્તુતમાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયે પશમથી મળેલી જ્ઞાનશક્તિ ૫૦ લાખ રૂપિયા સમાન છે. અને જ્ઞાનશક્તિને વ્યાપાર તે વેપારમાં વપરાતા. ૪૦ લાખ રૂપિયા સમાન છે. જેમ વેપારી પિતાની સઘળી મૂડીને વેપારમાં કત નથી. તેમ છવ ક્ષે પશમથી જેટલી જ્ઞાનશક્તિ પ્રાપ્ત થઈ હોય તે સઘળી શક્તિને સદા. ઉપયોગ કરી શકતું નથી. જેમ કે આપણે ઉંઘમાં હાઈએ ત્યારે જ્ઞાનશક્તિને ઉપગ કરતા નથી. જાગ્રત અવસ્થામાં પણ સદા જ્ઞાનશક્તિને એક સરખે ઉપગ કરતા નથી.
હવે આપણે ઇન્દ્રિયના નિવૃત્તિ આદિ ભેદોને તલવારના દષ્ટાંતથી વિચારીએ, જેથી સ્પષ્ટ બંધ થઈ જાય. તલવારના સ્થાને બાહ્ય નિવૃત્તિ છે. તલવારની ધારના સ્થાને અત્યંતર નિવૃત્તિ છે. તલવારની ધારમાં રહેલી કાપવાની શક્તિના સ્થાને ઉપકરણ છે. તલવાર ચલાવવાની કળા (આવડત) ના સ્થાને લબ્ધિ છે. તલવાર ચલાવવાની કળાના ઉપગના (તલવાર ચલાવવાના) સ્થાને ઉપયોગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org