SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર સંગ્રહનયને પણ હોય અને વ્યવહારનયને પણ હોય. જેમકે “આ નગરમાં મનુષ્ય રહે છે? આ વિચાર સંગ્રહનયને પણ છે અને વ્યવહારનયને પણ છે. નગરમાં મનુષ્ય ઉપરાંત જાનવર–પ્રાણુઓ પણ રહે છે. આથી જાનવર અને મનુષ્ય એ બંને જીવ છે. જીવની દષ્ટિએ મનુષ્ય વિશેષ છે. આથી જીવની દષ્ટિએ “આ નગરમાં મનુષ્ય રહે છે” એ વિચાર વ્યવહારનયથી છે. મનુષ્યમાં સ્ત્રી-પુરુષ, બાળક–યુવાન-વૃદ્ધ વગેરે હોય છે. સ્ત્રી, પુરુષ આદિ મનુષ્યના વિશેષ ભેદેની અપેક્ષાએ “આ નગરમાં મનુષ્ય રહે છે” એ વિચાર સંગ્રહનય છે. આ પ્રમાણે એક જ વિચાર, સંગ્રહનય પણ કહેવાય અને વ્યવહારનય પણ કહેવાય. આથી તાત્પર્ય એ આવ્યું કે-જેટલે અંશે સામાન્ય તરફ દૃષ્ટિ તેટલે અંશે સંગ્રહનય અને જેટલે અંશે રિશેષ તરફ દૃષ્ટિ તેટલે અંશે વ્યવહારનય. ૪. રજુસૂવનય –જે નય કેવળ વસ્તુની વર્તમાન અવસ્થા તરફ લક્ષ્ય રાખે તે જુસૂત્રનય. આ નય વસ્તુને વર્તમાન પર્યાયને જ માન્ય રાખે છે. અતીત અને અનાગત પર્યાયને તે માન્ય નથી રાખતા. આ નય વર્તમાનમાં જે શેઠાઈ ભગવતો હોય તેને જ શેઠ કહે છે, જ્યારે વ્યવહારનય વર્તમાનમાં તે શેઠાઈ ન ભગવતે હેય પણ ભૂતકાળમાં તેણે શેઠાઈ જોગવી હતી. એ દષ્ટિએ તેને વર્તમાનમાં પણ શેઠ કહેશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy