________________
પ્રથમ અધ્યાય
ભિન્ન ભિન્ન હોવા છતાં આ નય સર્વ અને ચૈતન્યથી એકરૂપે માને છે. કારણ કે દરેકમાં ચેતન્ય સમાન–એક છે. સાડી, બુશકોટ, બ્લાઉઝ, ધેતિયું વગેરે અનેક પ્રકારની વસ્તુને કાપડ કહીને એકરૂપ માને છે. આમ આ નય સામાન્ય અંશને ગ્રહણ કરે છે. સામાન્ય અંશમાં અનેક તરતમતા હોય છે. આથી સંગ્રહનયના દરેક દષ્ટાંતમાં પણ તરતમતા રહેવાની. સામાન્ય અંશ જેટલે વિશાળ એટલે સંગ્રહનય વિશાળ. સામાન્ય અંશ જેટલે સંક્ષિપ્ત તેટલે સંગ્રહનય સંક્ષિપ્ત.
૩. વ્યવહારનય -જે નય વિશેષ તરફ દષ્ટિ કરીને દરેક વસ્તુને જુદી જુદી માને તે વ્યવહારનય. આ નય કહે છે કે- વિશેષ સામાન્યથી જુદું નથી એ વાત સાચી, પણ વિશેષ વિના વ્યવહાર ન ચાલી શકે. શું “વનસ્પતિ લાવ” એટલું કહેવા માત્રથી લાવનાર વ્યક્તિ કંઈ લાવી શકશે? નહિ જ. અહીં તમારે કહેવું જ પડશે કે “અમુક વનસ્પતિ લાવ.” આમ કહેવાથી તે જોઈતી વસ્તુ લાવી શકે છે. વિશેષને માન્યા સિવાય વ્યવહાર ચાલે જ નહિ. આથી વ્યવહાર નય વિશેષ અંશને માને છે.
અહીં સુધી આપણે જોઈ ગયા કે-નૈગમ, સંગ્રહ અને વ્યવહાર એ ત્રણ નમાં નિગમનય સામાન્ય અને વિશેષ એમ ઉભયને સ્વીકારે છે. સંગ્રહનય કેવળ સામાન્યને સ્વીકારે છે. વ્યવહારનય કેવળ વિશેવને સ્વીકારે છે. સંગ્રહ અને વ્યવહારનય પરસ્પર સાપેક્ષ છે. આથી એક જ વિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org