________________
૭૮
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર નગમ, સંગ્રહ, વ્યવહાર, ત્રાજીવ અને શબ્દ એ પાંચ ન છે. (૩૪) નિગમનયના સામાન્ય અને વિશેષ એ બે અને શબ્દનયના સાંપ્રત, સમભિરૂઢ અને એવભૂત એ ત્રણ ભેદે છે. (૩૫)
આ બે સૂત્રનું વિવેચન કરતાં પહેલાં નય વિષે છેડી વિચારણા કરી લેવાની જરૂર છે, જેથી નયના ભેદને સ્પષ્ટ રૂપે બંધ થઈ શકે. અપેક્ષા, અભિપ્રાય, દૃષ્ટિ, નય એ બધા શબ્દો એકાઈક છે. કેઈ એક વસ્તુ અંગે જુદી જુદી દષ્ટિએ વિચાર કરવામાં આવે છે તેમાં અનેક ગુણ–ધર્મો રહેલા છે, એમ આપણને જણાશે. તેમાં પરસ્પર વિરોધી લાગે તેવા પણ ગુણધર્મો રહેલા છે એમ જણાશે.
નિર્બળતા અને બળ એ બંને ધર્મો પરસ્પર વિરોધી છતાં એક જ વ્યક્તિમાં રહેલા હોય છે. એક જ વ્યક્તિ વિદ્વાન પણ હોય છે અને મૂખ પણ હોય છે. એક જ માણસ નિર્ભય અને ભીરુ પણ હોય છે. એક જ વસ્તુ લાભકારક પણ હોય છે અને નુકશાનકારક પણ હોય છે. - આમ પ્રત્યેક વસ્તુમાં પરસ્પરવિધી ધમેં રહેલા હોય છે. આ સાંભળીને કેટલાકને આશ્ચર્ય કે શંકા થાય છે કે–આ શી રીતે સંભવે? શું પ્રકાશ અને અંધકાર એક સ્થળે રહી શકે ? આ આશ્ચર્ય કે શંકાને દૂર કરવા સર્વજ્ઞ ભગવંતોએ એક સુંદર સિદ્ધાંત બતાવ્યું છે. આ સિદ્ધાંત છે અનેકાંતવાદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org